ચાઈલ્ડ લાઈન સે દોસ્તી વીકની ચાલતી ઉજવણી

706

ચાઈલ્ડ લાઈન સે દોસ્ત વીકની ઉઝવણીના ભાગરૂપે શૈશવ સંચાલીત ચાઈલ્ડ હેલ્પ લાઈન ૧૦૯૮ દ્વારા બાળકો સાથે કાર્યક્રમ યોજાયો હતો.

તા. ૧૪ થી ર૦ નવેમ્બર ચાઈલ્ડ લાઈન સે દોસ્ત વીકની ઉજવણી કરવામાં આવશે. આ આઠ દિવસ દરમ્યાન ભાવનગર શહેરના અલગ-અલગ વિસ્તારોમાં જઈને બાળકો સાથે પ્રવૃત્તિઓ અને લોકોમાં જાગૃતતા આવે તે  હેતુથી અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરેલ છે. જેમાં તા. ૧પ-૧૧-૧૮ના રોજ નારી ચોકડી, એસ.ટી., બસ સ્ટેશન તથા સર.ટી. હોસ્પિટલ ખાતે બાળ અધિકારની પત્રિકાનું વિતરણ કરવામાં આવેલ અને ચાઈલ્ડ લાઈન ૧૦૯૮ દ્વારા આપવામાં આવતી સેવા અંગેની જાણકારી આપેલ. ઉપરાંત કુંભારવાડા માઢિયારોડ, બાનુ બાઈની વાડી, ઠકકરબાપા સોસાયટીના વિસ્તારોના બાળકો દ્વારા રેલી કાઢવામાં આવી હતી અને બાળ અધિકારોના સુત્રોચ્ચાર કરવામાં આવેલ. કાર્યક્રમને સફળ બનાવવા શૈશવની પુરી ટીમે ભારે જહેમત ઉઠાવેલ.

Previous articleરાજકોટમાં હિંદુસ્તાન પેટ્રોલિયમના કર્મચારીઓનું પ્રમાણપત્ર આપી સન્માન
Next articleરળિયાણા ગામે પિતૃ મોક્ષાર્થે ચાલતી ભાગવત કથામાં જીતુ વાઘાણીની હાજરી