આગામી તા.૨૧ના રોજ મુસ્લીમ સમાજનો પવિત્ર ઇદે મિલાદના તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે ઈદે મિલાદ નિમિત્તે ચાવડી ગેટ બાપુની વાડી ખાતેથી ભવ્ય ઝુલુસ કાઢવામાં આવનાર છે ત્યારે ઈદે મિલાદની તૈયારીના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી મસ્જીદો, દરગાહો તેમજ મુસ્લીમ વિસ્તારોમાં આકર્ષક રોશનીનો ઝળહળાટ કરવામાં આવ્યો છે. ઈદે મિલાદના તહેવાર નિમિત્તે મુસ્લીમ સમાજમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.
 
			 
		
















