વિશ્વ મહિલા બોક્સિંગઃ મેરીકોમ સહિત ૪ ભારતીય ક્વાર્ટર ફાઇનલમાં, સરિતાની હાર

1009

એમસી મેરીકોમ સહિત ચાર ભારતીય બોક્સરોએ આઈબા વર્લ્ડ વુમન્સ બોક્સિંગ ચેમ્પિયનશિપના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. મેરીકોમે પોતાના મેચમાં કઝાકિસ્તાનની એજરિમ કાસેનાએવાને હરાવી હતી. જ્યારે સરિતા દેવીને લાઇટવેટ કેટેગરીમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

પાંચ વખતની વિશ્વ ચેમ્પિયન મેરીકોમે આઈબા ચેમ્પિયનશિપમાં ૪૮ કિલોગ્રામમાં કઝાકિસ્તાનને એજરિમ કાસેનાયેવાને ૫-૦થી પરાજય આપ્યો હતો. મેરીકોમનો આ પ્રથમ મેચ હતો. તેને પ્રથમ રાઉન્ડમાં બાય મળી હતી. હવે ક્વાર્ટર ફાઇનલમાં તેનો સામનો ચીનની વૂ યૂ સે સામે થશે. ચીનની આ ખેલાડીએ પહેલા ફિલીપીન્સની જોસી ગાબુઓને પરાજય આપ્યો હતો. મેચ બાદ મેરીકોમે કહ્યું, મને સારો અનુભવ થઈ રહ્યો છે. દબાવ દૂર થઈ ગયો. હું ખુશ છું કે, આશા પ્રમાણે પ્રદર્શન કરી શકી.

Previous articleસૌથી નાની ઉંમરમાં ફાઇનલ્સ જીતવાનો રેકોર્ડ જ્વેરેવનાં નામે
Next articleકલોલ ખાતે હોમગાર્ડ યુનિટનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો