છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન બની મેરી કોમે રચ્યો ઈતિહાસ

1506

સુપરમોમ એમએસી મેરી કોમે રવિવારે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ખિતાબી ટાઇટલ ફટકારતા ઈતિહાસ રચી દીધો છે. દિલ્હીના કેડી માધવ હોલમાં રમાયેલી ૪૮ કિલો વર્ગની ફાઇનલ ફાઇનલમાં તેણે યૂક્રેનની હન્ના ઓકોતાને હરાવી અને વર્લ્ડ રેકોર્ડ છઠ્ઠી વખત વિશ્વ કપનું ટાઇટલ જીતવાનું ગૌરવ મેળવ્યું છે.

આ જીતની સાથે તેણે આયર્લેન્ડની કૈટી ટેલરને પછાડીને સૌથી વધુ ૬ વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનારી પ્રથમ મહિલા બોક્સર પણ બની ગઈ છે. આ પહેલા મેરી અને ટેલર ૫-૫ વાર વર્લ્ડ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીતીને બરોબરી પર હતી. તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં ૬ ટાઇટલ જીતવાનો વર્લ્ડ રેકોર્ડ (મહિલા અને પુરૂષ)ની બરોબરી પણ કરી લીધી છે. ૬ વખત ચેમ્પિયન બનવાનું ગૌરવ તેના પહેલા પુરૂષ બોક્સિંગમાં ક્યૂબાના ફેલિક્સ સેવોનના નામે હતું. સેવોને ૧૯૯૭માં બુડાપેસ્ટમાં આયોજીત ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતીને આ રેકોર્ડ તેના નામે કર્યો હતો. રમાયેલી ફાઇનલ ફાઇનલમાં બંન્ને બોક્સરોની વાત કરીએ તો, યૂક્રેનની બોક્સર હન્ના હજુ ૨૨ વર્ષની છે, પરંતુ તેણે શાનદાર રમતની મદદથી હંટર નામથી પોતાની ઓળખ બનાવી લીધી છે. તેણે યૂરોપિયન યૂથ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. પ્રથમ રાઉનડ્‌માં મેરી હારી રહી. રિંગમાં ઉતરતા જ તે વિપક્ષી પર વરસવા લાગી હતી. પરંતુ વધુ આક્રમકતાને કારણે તે એકવાર હેન્નાની સાથે રિંગમાં પડી ગઈ હતી. પરંતુ ઉઠતા જ તેણે ફરી એકવાર વિપક્ષી ખેલાડી પર મુક્કાનો વરસાદ કર્યો. મેરી કોમે શાનદાર શરૂઆત કરી હતી. તેણે વિપક્ષી પર એક બાદ એક પંચ લગાવતા દબાવ બનાવ્યો હતો.  બીજા રાઉન્ડમાં મેરીએ શાનદાર પંચ માર્યા અને ડિફેન્સ પણ તેનું મજબૂત રહ્યું હતું. તે વિપક્ષના પંચથી બચી હતી. મેરી કોમને ચિયર કરવા માટે મોટી સંખ્યામાં દર્શકો હાજર રહ્યાં હતા. અંતિમ રાઉન્ડમાં પણ મેરી વધુ આક્રમક દેખાઈ હતી. તેણે વિપક્ષને ક્યારેય પોતા પર હાવી ન થવા દીધી અને તેની જીત પાક્કી કરી હતી.

Previous articleભારત-ઓસ્ટ્રેલિયાની વચ્ચે આજે સિડનીમાં નિર્ણાયક જંગ
Next articleબીબીએનાં ૪૬ વિદ્યાર્થીઓ નું ઇન્ડિયા ઇન્ફોલાઈન ખાતે ઇન્ટર્નશીપ પ્લેસમેન્ટ