ગુસ્તાખી માફ

777

લોકશાહીમાં વ્યક્તિનો મત સર્વોપરી : તે કયાં પડશે તે જાણવાનો તેનો અધિકાર

છેલ્લા કેટલાક સમયથી ઈવીએમ મુદ્દે ચૂંટણીપંચને કંઈ કેટલાય પક્ષો – રાજકીય આગેાનો દ્વારા રજુઆત કરાઈ છે. પરંતુ લોકશાહીમાં વ્યક્તિનો પોતાનો મત- આપવાનો અધિકાર છે અને તે કોઈપણ ટેકનીક હોય જયાં આપ્યો હોય ત્યાં ગયો તેનો સંતોષ મળવો જરૂરી છે નહી તો જેની લાઠી એની ભેંસ – જેની સરકાર તેનું ચૂંટણીપંચ જેવું થશે તો લોકશાહી બચવાની નથી.

પશ્ચિમ દેશો ઈવીએમ પધ્ધતિ લાવ્યા હતા પરંતુ તેમાં રહેલી ખામીઓને કારણે તેને ફરી પાછી બેક ટુ બેલેટ પર જવાની ફરજ પડી. કારણ તેનાથી નિષ્પક્ષ અને નિર્ભય ચૂંટણીઓ થઈ શકતી ન હતી. તો પછી ભારતમાં જો ટેકનીકલ ખામી હોય અને તેનાથી નિર્ભય અને નિષ્પક્ષ ચૂંટણીઓ ન થતી હોય તો ચૂંટણીપંચ જ નહીં દેશની તમામ એજન્સીઓ કે નાગરિકોની ફરજ પણ છે કે તે માટે કંઈક કરવું જ જોઈએ.

રાજકારણની જ્ઞાતિ-આધારિત વોટબેંકની રમત ભયંકર અને માઠા પરિણામ લાવશે

હરિયાણા, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં મરાઠા જયારે ગુજરાતમાં પટેલો દ્વારા અનામત માંગવામાં આવી રહ્યું છે. પરંતુ સામાજિક રીતે જાતિઓ વચ્ચેની સમરસતા તોડવાનો રાજકીય રોટલા શેકવાનો આ ખતરનાક ખેલ રાજકારણીઓ દ્વારા રમાઈ રહ્યો છે. મુદ્દો જીવતો રાખી ચૂંટણીઓમાં પોતાનો સ્વાર્થ સાધવો એ તેમની પુરાણી, ખૂબ જુની રમત છે. તે આપણે બધા જાણતા હોવા છતાં જાણે અજાણે તેમાં ફસાઈ તે સમાજમાં વૈમનશ્ય ઊભુ કરી રહ્યા છીએ. જે સમાજ માટે ઘાતક સાબિત થવાનું છે તે નકકી.

ખરા-મૂળ અર્થમાં બાળકની તેજસ્વીતા અને હોશિયારી પર જ તેને કામ મળવું જોઈએ અને કોઈ રાજકારણી સરકારી હોસ્પિટલમાં પોતાનું ઓપરેશન કે મનથી કરાવતા પૂછવું જોઈએ જનતાએ ખબર લઈ નાખવી જોઈએ.  રાજકારણીઓ અનામતના મુદાને જુવંત રાખી જ્ઞાતિ આધારિત વોટ બેંકની વેતરણમાં પડેલા જોવા મળે છે. ગુજરાતમાં કોંગ્રેસ હોય કે ભાજપ બંન્ને પાટીદારોના આંદોલનમાંથી પોતાની વોટબેંક સલામત રહે તે જ મુખ્ય આદેશ હોય છે અને તે પ્રમાણે તે પોતાની રણનીતિ ઘડે છે. પરંતુ સમાજને નર્કાગારમાં ધકેલવાની આ ખતરનાક રમત સામે આપણે જાગૃત થવું રહ્યું!!!

અનામતથી સામાજિક સમરસતા કે ક્ષાતિને આગળ લાવી શકાશે ખરી !!

સૌ પોતાના માટે સૌથી શ્રેષ્ઠ ઈચ્છીએ છીએ. જાત માટે ગમે તેટલા પૈસા થાય હોંશિયાર ડોકટર પાસે જવાનો આગ્રહ રાખીએ છીએ, પોતાની નોકરાણી પણ યોગ્ય કામ કરવી જોઈએ રજા પાળ્યા વગર ટાઈમસર આવી જવી જોઈએ. પોતાના બાળક માટે ટયુશન શિક્ષક હોશિયાર, ડીલીવર કરી શકે તેો પરિણામ લક્ષી શોધીને પછી ટયુશન રખાવીએ છીએ.  જયારે પોતાના માટે શ્રેષ્ઠ- સારૂં શોધવા જઈએ ત્યારે તેની કાર્યક્ષમતાને ધ્યાનમાં રાખીને પછી સીલેકટ કરીએ છીએ. નહીં કે તેની જ્ઞાતિ. કઈ જ્ઞાતિનો ડોકટર છે તે જોઈને જતા નથી, કઈ જ્ઞાતિની વ્યક્તિ મારા દિકરાને ભણાવે છે તે પણ જોતા નથી, તો પછી એક વાત સ્પષ્ટ છે. કાર્યક્ષમતા વાળો વ્યક્તિ તે પછી સમાજના દરેક ક્ષેત્રમાં સી.એ., કલાર્ક, શાકવાળો, દૂધવાળાથી લઈને વકીલ તમામ ક્ષેત્રે તો પછી જ્ઞાતિને અભ્યાસ કે કાર્યક્ષમતા સાથે શો સંબંધ ? તેથી ભણવામાં અનામત શા માટે ? પોતાના બાળકને ડોકટર-એન્જિનિયરીંગમાં પ્રવેશ મળે માટે ? પરંતુ તેમાં હોશિયારી નહીં હોય તો તે જીવનમાં નિષ્ફળ રહેશે તેથી જાણે અજાણે આપણે તેની સાથે ખોટું કરી રહ્યા છીએ.  અનામત શા માટે ? કોઈ જ્ઞાતિ કે વર્ગ સમાજમાં પાછળ રહી ન જાય તે માટે આર્થિક મદદથી લઈને અન્ય પગલાં ભરી શકાય તેમ છે જ !!

Previous articleરેલવેમાં ૫ થી ૧૨ વર્ષના બાળકની હવે અડધી ટિકિટ : સીટ નહીં મળે
Next articleચાંદખેડામાં દલિત રેલીનું આયોજન ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની ગેરહાજરી