ક્યારથી થશે ગુજરાત પાણી પાણી, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

3748

રાજ્યમાં ચોમાસાની સિઝન અડધી ઉપર થઈ હોવા છતાં વરસાદને લઈ ચિંતા પ્રવર્તી રહીં છે. ઓગસ્ટ મહિનાના દસ દિવસ વીતિ ગયા હોવા છતાં અનેક વિસ્તારોમાં વરસાદની અછત છે. જો કે, હજુ ચોમાસાની સત્તાવાર વિદાય થઈ નથી પરંતુ, વરસાદી સિસ્ટમ નબળી પડતાં વરસાદ વરસતો નથી.

જો કે, આગામી ૧૫મીથી ૨૧મી ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં સારા વરસાદના યોગ છે. ખેડૂતો હાલ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યાં પુનઃ મેઘરાજા મહેર કરશે તેવા ઉજળા સંજોગો છે.

હાલમાં ગિરનારી પવન ફૂંકાઈ રહ્યા છે. ઉત્તર ગુજરાત, સુરેન્દ્રનગર અને કચ્છના ભાગોમાં વરસાદની અછત છે. બંગાળના ઉપસાગરનું વહન અને અરબી સમુદ્રનું વહન સાથે ન ચાલતાં તેમાં વચ્ચે ખાંચો પડયો છે અને મધ્ય પ્રદેશનું વહન ઉત્તર ભારત તરફ ફંટાઈ જાય છે.

સિંધમાં હવાના દબાણથી થોડો વરસાદ આવે છે પરંતુ, માત્ર ઝાપટાં રૂપે વરસે છે. આ વરસાદી સિસ્ટમ મધ્ય પ્રદેશથી ગુજરાતમાં આવી શકે છે અને ગુજરાત, મહારાષ્ટ્ર, મુંબઈ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં આગામી ૧૫મીથી ૨૧મી સુધીમાં સારો વરસાદ પડી શકે છે. ૧૪મી ઓગસ્ટ સુધી રાજ્યમાં ઝાપટાં પડતાં રહેશે તેવું હવામાન જ્યોતિષી અંબાલાલ દા.પટેલે જણાવ્યું હતું.

Previous articleપાલીતાણામાં રંગબેરંગી રાખડીઓનું આગમન
Next articleવાલીઓને સાંભળ્યા વગર એફઆરસીએ સ્કુલ સાથે મળી ફી નકકી કર્યાનો આક્ષેપ