દર્દી બનીને ગયેલા શખ્સોએ ચોકીદારની હત્યા કરી હતી : ઈ.ચા. SP

1627

ગત તા. રર નવેમ્બરના રોજ રાત્રીના સમયે ભાવનગરના જાણીતા મહિલા તબીબ માલતીબેન મહેતાના કાળુભા સ્થિત નિવાસે અજાણ્યા શખ્સોએ પ્રવેશી ચોકીદાર વિનોદભાઈ પરમારની દરોડાથી બાંધી દઈ ગળે ટુંપો આપી હત્યા કરી ઘરમાંથી તિજોરી તેમજ કાર સહિત ઉઠાવી ગયાની મૃતક ચોકીદારના પુત્રએ નોંધાવેલી ફરિયાદના આધારે ભાવનગર પોલીસે વિવિધ ટીમો બનાવી તપાસ હાથ ધરેલી જેમાં બાતમીના આધારે કરા મળી આવેલ ત્યારબાદ ફુલસરના એક શખ્સની ધરપકડ કરીને પુછપરછ કરતા તેમણે દર્દી બનીને ગયા હતા અને ચોકીદારની હત્યા કરી લૂંટ ચલાવી નાસી છુટયાની કબુલાત આપી હતી અને આ કામગીરીમાં છ શખ્સો સામેલ હોવાનું આજે ઈન્ચાર્જ એસ.પી. સૈયદે જણાવ્યું હતું.

આજરોજ ભાવનગર, એલ. સી.બી. સ્ટાફનાં માણસો શહેર વિસ્તારમાં ઉપરોકત ગુન્હાની તપાસમાં હતાં.તે દરમ્યાન બાતમીરાહે મળેલ હકિકત આધારે આ ગુન્હાનાં કામે લુંટમાં ગયેલ સફેદ કલરની હ્યુંડાઇ કંપનીની સફેદ કલરની  આઈ-૨૦ કાર રજી.નં.જીજે -૦૪-એપી ૯૧૯૬ ભાવનગર-તળાજા રોડ ઉપર નવો બનતો બુધેલ-બાયપાસ રોડ પરથી મળી આવતાં કિ.રૂ.૬,૦૦,૦૦૦/- ગણી કબ્જે કરવામાં આવેલ.

આ હત્યા તથા લુંટનાં ગુન્હામાં ફુલસર વિસ્તારમાં રહેતાં ઇસમો સંડોવાયેલ છે.તેવી મળેલ બાતમી આધારે એલ.સી.બી. ટીમે ફુલસર વિસ્તારમાં તપાસ કરતાં આ ગુન્હામાં ધવલ શંકરભાઇ સોલંકી, વિપુલ વાસુરભાઇ ભોકળવા , મુન્ના દાનાભાઇ મેર, અજય ઉર્ફે સુરેશ ઉર્ફે સુરો જીવરાજભાઇ, વિપુલ ભરવાડ તથા અન્ય ભરવાડ શખ્શ સંડોવાયેલ છે.જેઓની તપાસ કરતાં ધવલ શંકરભાઇ સોલંકી ઉ.વ.૨૪ ધંધો-મજુરી રહે.શાસ્ત્રીનગર સોસાયટી, ઠાકર દુવારા પાસે, ફુલસરવાળા મળી આવતાં તેને એલ.સી.બી. ઓફિસ લાવી તેની પુછપરછ કરતાં તેણે ઉપરોકત માણસો સાથે મળી ઉપરોકત ગુન્હો કરેલ હોવાની કબુલાત કરેલ.જેથી તેને ઉપરોકત ગુન્હામાં ધોરણસર અટક કરવામાં આવેલ છે.આ ગુન્હાનાં કામે અન્ય પકડવાનાં બાકી આરોપીઓ તથા મુદ્દામાલ કબ્જે કરવા માટે પોલીસે તજવીજ હાથ ધરેલ છે. જેથી તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ કરવા માટે તેને નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવ્યો.  આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઇન્સ. ડી.એમ.મિશ્રા, પો.સબ ઇન્સ. એન.જી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં એસ.પી.શાહી, મહિપાલસિંહ ગોહિલ, કિરીટભાઇ પંડયા, દિલુભાઇ આહિર,ભહિપાલસિંહ ચુડાસમા, રાજેન્દ્દસિંહ સરવૈયા, ચંદ્દસિંહ વાળા, વિઠ્ઠલભાઇ બારૈયા, ઇમ્તિયાઝખાન પઠાણ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

Previous articleચોરી કરેલ મહીન્દ્રા પીકઅપ વાન સાથે પરપ્રાંતિય ઝડપાયો
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે