ગોઝારિયામાં ખાનગી બેન્કનું એટીએમ તોડવાનો પ્રયાસ

689

ગાધીનગર પાસે આવેલા ગોઝારિયા ગામ ખાતે  અર્બન કો.ઓપરેટીવ બેન્કનું એટીએમ તોડવાનો પ્રયાસ થતા ગામ સહિત પંથકમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. અજાણ્યા શખ્સો  દ્વારા બેન્ક નીચેના એટીએમમાં પ્રવેશી અલગ અલગ ભાગ તોડી રૃા. ૧.૮૦ લાખનું નુકસાન કર્યું હોવાની લાંઘણજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મહેસાણા તાલુકા સહિત જિલ્લામાં ઘરફોડ, વાહન ચોર, એટીએમ તોડી લૂંટ કરતી ટોળકી સક્રિય થી હોય તેવી ભીતિ જિલ્લાવાસીઓમાં થઈ રહી છે.

વાહન ચોરી, ઘરફોડ સહિતના ગુનામાં વધારો થઈ રહ્યો છે તેવામાં ગોઝારિયા સ્થિત ધી અર્બન કો.ઓપરેટીવ બેન્કના એટીએમ મશીનને રાત્રીના સમયે નિશાચરોએ નિશાન બનાવ્યં  હતું. જેમાં અજાણ્યા શખસોએ એટીએમમાં પ્રવેશી મશીનના અલગ અલગ ભાગો તોડી પૈસાની ચોરીની કોશિશ કરી હતી.

આ બનાવની જાણ બેન્ક સત્તાધીશોને સવારે થતા તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આ અંગે ચન્દ્રકાન્તભાઈ ભગવાનદાસ પટેલે લાંઘણજ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. પોલીસે ફરિયાદ આધારે સીસીટીવી કેમેરામાંથી ફુટેજ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

Previous articleગાંધીનગરમાં શ્રી શ્રી રવિશંકરજીનાં સાન્નિધ્યમાં રુદ્ર પૂજાનું આયોજન
Next articleવાતાવરણમાં પલ્ટો આવતા કોબીજ ફલાવરના પાક પર સંકટના વાદળો