કુંભારવાડા નારી રોડ ઉપર આવેલ અક્ષરપાર્ક સોસાયટી મ્યુ.કોર્પોરેશનની ૪૯ અને પર નંબરની સ્કુલ પાસે એક બાજુ સ્કુલમાં આવન-જાવન કરે છે તો બીજી બાજુ સ્કુલ અંદર દરવાજા પાસે રખડતો ભટકતો ખુંટીયો કચરા પેટીમાંથી ગંદો કચરો ખાય રહ્યો છે. સ્કુલના સમયે આ ખુંટીયા અંદર પ્રવેશવા છતા ખુંટીયાને ભગાડવા સ્કુલમાં કોઈ વ્યવસ્થા નથી જો ખુંટીયો બાળકો વચ્ચે આવે તો કેટલાંય બાળકોને ભાગવુ મૂશ્કેલ બને તેવી ગંભીર સ્થિતી સ્કુલની જોવા મળે છે. આ વિસ્તારના નગરસેવક ઘનશ્યામ ભાઈ ચુડાસમાએ ગંદા કચરા અંગે સોલીડ વેસ્ટ વિભાગનું અને શાસનાધિકારી કચેરીનું ધ્યાન દોર્યુ છે. સ્કુલમાં એક બાજુ બાળકો હોય અને બીજી બાજુ આવા ખુંટીયા ખુલ્લે મેદાનમાં આવી જાય તેવી સ્થિતી સ્કુલની છે. આ માટે તાકિદે તંત્ર વાહકોએ બંદોબસ્ત કરવા નગરસેવકે માંગ ઉઠાવી છે.
















