સિહોરના બ્રાહ્મણ શેરીમાં આગ ધરવખરી ખાક થઈ

759

આજરોજ સિહોર ન.પા. વોર્ડ નં. ૭માં રહેણાંકી વીસ્તાર એવા જુના સિહોર ખાતે આવેલ સાંકડીગલી બ્રાહ્મણ શેરીમાં રહેતા બારોટ હરેશભાઈ ચંદુભાઈ પ્રબતાણીના જુનવાણી મકાનમાં અગમ્ય કારણોસર આગ લાગતા જે અંગેની જાણ થતા સિહોર ન.પા.ના ધર્મેન્દ્રભાઈ ચાવડા તેની ટીમ સહિત સિહોર નગરપાલિકાના કર્મચારીઓ, સિહોર પો.સ્ટે.ના ઈન્ચાર્જ પી.આઈ. સોલંકીએ આગ બુઝાવવાની માસ્ટરી હોય જેઓ ખુદ મકાનની છત ઉપર ચડીપ ાણીની ગન લઈ પાણીનો મારો ચલાવ્યો હતો. સાહસિક કામગીરીને બિરદાવી હતી. સાથે સીહોર પો.સ્ટે.નો સ્ટાફ, સિહોર ટાઉન પીજીવસીએલ સ્ટાફ, મિડીયા કર્મીઓ પણ જોડાયા હતાં. આગમાં કોઈ જાનહાની થવા પામી હતી પણ આગથી મકાને મોટુ નુકશાન થતા પરિવાર હેબતાઈ ગયો હતો ગરીબ બારોટ પરિવાર માટે આફત આવી હોય તેમ ધબરાહટ અને મુંઝાયો અને આગ ચાર કલાકની જહેમત બાદ કાબુમાં આવી હતી.

Previous articleકુંભણ દોશી હાઈસ્કુલ ખાતે વિશ્વ એઈડસ દિનની ઉજવણી
Next articleખાખબાઈ ગામે યોજાયેલ સેવાસેતું કાર્યક્રમમાં અરજદારો આવ્યા નહીં