પરીક્ષા રદ કરવાનો વિરોધ કરતા યુવા કોંગ્રેસ કાર્યકરોની ધરપકડ

0
1049

આજરોજ લોકરક્ષકની પરીક્ષામાં પેપરફુટીજવાના કરણે પરીક્ષા રદકરવાની કરાયેલી જાહેરાત બાદ રાજ્યના લાખો બેરોજગાર યુવાનો આજે રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા યુવાનોની વેદનાને વાચા આપવા ભાવનગર યુવા કૉંગ્રેસ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રી મનોહરસિંહ ગોહિલ (લાલભા), ભાવનગર જિલ્લાના યુવા કૉંગ્રેસના પ્રમુખ રાજકુમાર મોરી, ભાવનગર શહેર પૂર્વ વિધાનસભા યુવા કૉંગ્રેસના પ્રમુખ જયદેવસિંહ બી ગોહિલ, બી સી મોરી, કિશનભાઈ મેર, વજુભા રાણા, નિલેશ ધાપા, અસ્લમ શેખ, સિકંદર મઘરા, અશરફભાઈ શેખ, જયુભા રાણા, કીશોરભાઈ કંટારીયા, ના આગેવાનો જોડાયા હતા અને ભાવનગર એસટી ડીવીઝનને રજૂઆત કરી તાત્કાલિક ધોરણે  બસોની સુવિધા કરવા રજુઆત કરી હતી તંત્રએ તાત્કાલિક બસોની સગવડતા કરી હતી વઘુમાં આ આગેવાનોએ વિનામુલ્યે મુસાફરોની માગણીનૉ  સ્વીકારતા કૉંગ્રેસે લોકશાહી ઢબે વિરોધ કરતા ભાજપ સરકારના ઇશારે પોલીસ દ્વારા ધરપકડ પકડ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here