પેપર લીક થવાની માહિતી મળતાં જ પરીક્ષા કેન્સલ કરી છે –  રૂપાણી

3182

ગાંધીનગર : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જાહેર કર્યું છે કે આજે રાજ્યમાં લોકરક્ષકની ભરતી માટેની પરીક્ષામાં પેપર લીક થવાથી પરીક્ષા રદ કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ પરીક્ષા હવે જ્યારે ફરીથી લેવામાં આવશે ત્યારે આજની પરીક્ષા ના તમામ ઉમેદવારોને તેમના ઘરથી પરીક્ષા કેન્દ્ર સુધી આવવા – જવા નુ એસ.ટી. બસ ભાડુ રાજય સરકાર તરફથી આપવામાં આવશે. તેમને એમ પણ જણાવ્યું હતું કે નિર્દોષ, મહેનતુ વિદ્યાર્થીઓનો પોતાનો હક્ક સુરક્ષિત રહે તેથી સરકારે પેપર લીક થવાની માહિતી મળતાં જ પરીક્ષા કેન્સલ કરી છે. પેપર લીક કરનારાઓ અને પેપર પૈસાથી ખરીદનારાઓની સ્વાર્થી પ્રવૃર્તીઓ અને એમની કારીઓ કોઈ પણ સંજોગોમાં ફાવે નહિ એ રીતે આખી પરીક્ષા કેન્સલ કરવા અને સંપૂર્ણ પારદર્શિતાથી પરીક્ષા લેવાય એ માટેનો ગુજરાત સરકારે આ પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે.

Previous articleભાવ. STએ ૧૬૮ એકસ્ટ્રા ટ્રીપો કરી
Next articleલોક રક્ષકની પરીક્ષા રદ – ૯ લાખ વિદ્યાર્થીઓ રઝળ્યા