દેશમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો ખેડુત અને ખેતરો સુધી પહોંચેલા છે

725

કૃષિ વિજ્ઞાન કેન્દ્રલોકભારતી સોણસરા દ્વારા ત્રિ-દિવસીય કાર્યશાળા અને તાલીમ કાર્યક્રમમાં પ્રારંભ કરાવતા ભારતીય કૃષિ સંશોધન પરિષદના સહાયક નિયામક રણધીરસિંધ કહ્યું કે દેશમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો ખેડુત અને ખેતર સુધી પહોંચેલા છે.

શુક્રવારથી પ્રારંભાયેલ ત્રિ-દિવસીય કાર્યશાળા અને તાલીમ કાર્યક્રમમાં ગુજરાતના કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના વૈજ્ઞાનિકોત ેમજ મહારાષ્ટ્ર સાથે સંકળાયેલા કૃષિ વૈજ્ઞાનિકો સાથે સંશોધન અધિકારીઓ દ્વારા ક્ષેત્રિય તેલિબિયા તેમજ કઠોળના જીયોત્રો અને સંશોધનો પર થઈ શકતા અનુભવો વિશે ચર્ચા રજુઆતો થઈ રહેલ છે.

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર – લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ સણોસરા દ્વારા આ કાર્યક્રમ પ્રારંભ કરાવતા ભારતીય કૃષિ સંશોધન પરિષદના સહાયક નિયામક (કૃષિ વીસ્તરણ) રણધીરસિંઘે લોકભારતીના કૃષિ સંશોધનોને બિરદાવી અહિં યોજાયેલ કાર્યશાળા અંગે આનંદ વ્યકત કર્યો. તેલીબિયા અને કઠોળ પાકના વાવેતર તથા ખેડુતોને પોષણક્ષમ ભાવો સાથે વૈશ્વિક કક્ષાએ આંકડાકીય વિગતો આપી પડકાર રૂપ સ્થીતિમાં કામ કરવા પર ભાર મુકયોત ેમણે ગૌરવ પણ વ્યકત કર્યુ કે દેશમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકોએ ખેડુતઓ ખેતર સુધી પહોંચેલા છે.

લોકભારતી સંસ્થાના રામચંદ્રભાઈ પંચોળી તથા પ્રશાંતભાઈ ભટ્ટે અહીં સ્થાપના કાળથી શિક્ષણ, સંશોધન સાથે વિસ્તરણ કાર્યમાં ગામડા અને ખેતીને કેન્દ્ર સ્થાને રખાયા અંગે વાત કરી. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા નિગમભાઈ શુકલના સંચાલન સાથેના પ્રારંભ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા દેવિદયાલજી, ઠકકર તથા લખનસિંઘ દ્વારા આ કાર્યશાળા તાલીમ અને લોકભારતી સંદર્ભે વાતો કરી આભારવિધી કાલેકર દ્વારા કરવામાં આવી. અહિં જોડાયેલા કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ત્રણ દિવસ દરમિયાન પોતપોતાના ક્ષેત્રનો સંશોધના તથા તેલિબિયા અને કઠોળ પાકની સંભાવના વિશે અભ્યાસ તારણા રજુ કરી રહ્યા છે. સમાપન રવિવારે થનાર છે.

Previous articleએસીબીના હાથે ઝડપાયેલા જાળીલા પીએચસીના ડોકટરના સમર્થનમાં ગ્રામજનોએ આવેદન આપ્યું
Next articleશિશુવિહાર સંસ્થાનું સન્માન