દામનગરના તુટેલા સંપનો કાટમાળ કાઢ્યા વગરલોકોને વિતરણ કરાતું ગંદુ પાણી

882

દામનગર  કાળુભાર પાણી પુરવઠા બોર્ડની કચેરીનો કાળો કારોબાર ત્રણ માસ પૂર્વે તૂટેલ નવ લાખ લીટર પાણી શુદ્ધ કરવાની ક્ષમતા વાળા સંપમાં ગટર કરતા ગંદુ પાણી ઢાંકણા વગર ખુલ્લા સંપમાં તૂટી પડેલ કાટમાળ દૂર કર્યા વગર પાણી વિતરણ કરતું તંત્ર સ્વચ્છતા અભિયાનના લીરા ઉડાડતું તંત્ર

ગટર કરતા ગંદુ પાણી ચાલીસ કિમિ સુધીના ગ્રામ્ય વિસ્તારોમાં બિન્દાસ વિતરણ કરાય છે કાર્યપાલક ઈજનેરની કૃપા હેઠળ તૂટેલ સંપનો કાટમાળ દૂર કરવા કોન્ટ્રક અપાયો પણ કાટમાળ સંપમાં પડયો છે.

નેધરલેન્ડ સરકારના આર્થિક સહયોગથી નિર્માણ થયેલ કાળુભાર પાણી પુરવઠા બોર્ડ મારફતે મહીં પરીયેજ યોજનાનું પાણી સાવરકુંડલાના ખારાપાટના અનેકો ગ્રામ્યમાં ફ્લોરાઈડ યુક્ત પાણીથી થતા રોગો અટકાવવા બનેલ આ કાળુભાર યોજનાની કચેરી માં કોઈ દેખરેખ નહિ દલા તરવાડીની વાર્તા માફક ચાલે છે.

કરોડો ના યાંત્રિક સાધનો સામગ્રી ક્યાં? કચેરી કમ્પાઉન્ડ માં બારી દરવાજા વગરના સ્ટાફ કવાટર્સ ઉપદ્રવનો અડ્ડો બનાયા અનિષ્ટો માટે આશીર્વાદ રૂપ કાળુભાર યોજનાની કચેરીમાં એક લાખ લીટરનો પમ્પીગ ઓવર હેડ પડું પડુંની ત્યારીમાં છે.  કચેરીની દરેક દિશા ખુલ્લી કોઈ કમ્પાઉન્ડ હોલ નહિ જેને જે કરવું હોય તે છૂટ સ્વચ્છતા અભિયાનના લિરા ઉડાડી દેતી ગંદકી ઠેર ઠેર ઉકરડા બાવળ જાડી જાખરા સરકારી કવાટર્સમાં ભારે અનિષ્ટ પ્રવૃત્તિઓ થઈ રહી છે.

ત્રણ માસ પૂર્વે તૂટેલ  નવ લાખ લીટરની ક્ષમતા ધરાવતા સંપ  ઢાંકણ વગર ખુલ્લો તળિયે પડેલ કાટમાળ દૂર કર્યા વગર ગટર કરતા ગંદુ પાણી વિતરણ કરાય છે આરોગ્ય વિભાગ અને કલેકટર તંત્ર એક વાર વિઝીટ કરે તો કંઈક મોરની કળા ધ્યાને આવી શકે છે. લાખો લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતું કાળુભાર પાણી પુરવઠા બોર્ડ કોઈ મોટી જાનાહાનિની રાહમાં છે કે કેમ ? આટલી ધોર બેદરકારી કેમ?  તેવો સવાલ ઉઠવા પામ્યો છે.

Previous articleભાવનગર નાગરિક સહકારી બેંકની શુભેચ્છા મુલાકાતે શંકરસિંહ વાઘેલા
Next articleઘોઘા રોડ પુલ પાસે જાહેરમાં જુગાર રમતા બે ઝડપાયા