ડોશી અને પડોશી

2004

આપણે જેમ જેમ વિકસતા જઈએ છીએ, સુધરતાં જઈએ છીએ તેમ તેમ અડોશ – પડોશ કે સગા-સબંધીઓનું મહત્વ ઘટતું રહ્યું છે. શહેરોમાં તો વ્યવસાય અને એવી પ્રવૃત્તિઓમાં સંકળાયેલા હોવાથી પોતાના પરિવાર સાથે પણ ક્યાં મજા લય શકીયે છીએ? ઠીક છે, પરંતુ ગામડામાં તો ’ પહેલા સગા પાડોશી’ એમ કહેવત છે અને ખરેખર સારા મોળા પ્રસંગોમાં પડોશી જ ઉજળા કરી બતાવે છે. ખાસ કરીને મહિલાઓ માટે પડોશ એ પિયર જેટલું જ મહત્વનું રહેલું છે. ઘરમાં વૃદ્ધા એટલે ડોશી અને શેરીમાં અડોશી-પડોશી હૂંફ આપતા હોય છે. ડોશી  અને પડોશી સારા પરિવારની નિશાની છે, કારણ કે તે જ નાના-મોટા કામમાં સાથે હોય છે.

Previous articleહિલ શિલ્ડ ક્રિકેટ ટુર્નામેન્ટ
Next articleભાવ. યુનિ. દ્વારા ર૭મીએ ૧ર૧૬પ વિદ્યાર્થીઓને ટેબલેટનું વિતરણ કરાશે