રાજયકક્ષાની સ્પર્ધાઓમાં ૬ ગોલ્ડ સહિત રર મેડલ મેળવતા ઢસા હાઈ.ના વિદ્યાર્થીઓ

920

છોટા ઉદેપુર ખાતે યોજવામાં આવેલી રાજ્યકક્ષાની વુશુ સ્પર્ધામાં  આર.જે.એચ હાઈસ્કૂલ ઢસા જંકશન ના ખેલાડીઓએ ઉત્કુષ્ટ દેખાવ કર્યો હતો. જેમાં અન્ડર-૧૭ ગર્લ્સ મા પાયલ બાખલકીયા એ ગોલ્ડ મેડલ ગીતા વાતમા કાજલ તળાવીયા રાધિકા ખેર એ સિલ્વર મેડલ તથા અન્ડર-૧૭ બોયઝ સ્પર્ધામાં યુવરાજ ખેર ગોહિલ મીતરાજ.ગોહિલ રાજદિપ ખીચડીયા વિરાગ પરમાર કલ્પેશ એ સિલ્વર મેડલ તથા મહેશ વણોદિયા એ બ્રોન્ઝ મેડલ  આ ઉપરાંત અન્ડર-૧૯ ગર્લ્સ મા ખેર આશા એ ગોલ્ડ મેડલ નમ્રતા રાઠોડ ભાવના જોગરાણા ઋષિકા સરધારા એ સિલ્વર મેડલ અને મનાલી બઢિયા એ બોન્ઝ મેડલ તથા અન્ડર-૧૯ બોયઝ સ્પર્ધામાં પીયુષ વાઘેલા ધર્મેશ ગઢાદ્દા એ સિલ્વર મેડલ અને હાદિક ગોસ્વામી એ બોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા હતા. અન્ય એક રમત થાઈ બોક્સીંગ માં ધર્મેશ ગઢાદ્દા શિવાની ખાચર નમ્રતા રાઠોડ અને કાજલ તળાવીયા એ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા હતા.

આ રાજ્યકક્ષા ની વુશુ અને થાઈ બોક્સીંગ સ્પર્ધામાં કુલ ૦૬ ગોલ્ડ મેડલ ૧૩ સિલ્વર મેડલ અને ૦૩ બ્રોન્ઝ મેડલ સહિત કુલ ૨૨ મેડલ પ્રાપ્ત કરીને શ્રી આર જે એચ હાઈસ્કૂલ ઢસા જંકશન દ્વારા બોટાદ જીલ્લાનું ગૌરવ વધારવા બદલ આચાર્ય  ડો.જી.બી.હેરમા વહીવટદાર આર.એ.વાઢેર તથા જીલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓએ શાળા ના ખેલાડીઓ.રમતગમત શિક્ષકોએ શાળાના ખેલાડીઓ તથા કોચને શુભેચ્છા પાઠવેલ.

Previous articleરેડક્રોસ દ્વારા માનવ અધિકાર દિવસ નિમિત્તે કાર્ય શાળા યોજાઈ
Next articleતખ્તેશ્વર મંદિરે રવિવારે ધૂમકેતુ ૪૬-૫ી વિરાટનેનને નિહાળવાની મુલ્યવાન તક