ચિત્રા GIDC ખાતે ભંગારના ડેલામાં આગ

917

 

ભાવનગરના ચિત્રા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ભંગારના ડેલામાં આગ લાગતા ફાયર બ્રિગેડ કાફલા બનાવ સ્થળે દોડી ગયો હતો. અને પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી હતી.

ભાવનગરના ચિત્રા જીઆઈડીસીના આવેલ નાગરભાઈ સવજીભાઈ પરમારની માલિકીના ભંગારના ડેલામાં સવારના સમયે આગ લાગતા માલસામાન, બે સ્કુટર આગની લપેટમાં આવી ગયા હતાં.

આ બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને બે ગાડી પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી હતી.  આગની ઘટનામાં ભંગાર માલ સામાન અને બે સ્કટર ભસ્મીભુત થઈ ગયા હતાં.

Previous articleપાલનપુરના ગુનાના નાસતા-ફરતા આરોપીને ગઢડા પોલીસે ઝડપી લીધો
Next articleઅન્નપુર્ણા માતાજીના વ્રતનો પ્રારંભ