ર૬મીએ બેંક કર્મચારીઓની દેશવ્યાપી હડતાલ : વાધાવાડીએ સુત્રોચ્ચાર કરાયા

1155

ભારત સરકારે દેના બેંક, બેંક ઓફ બરોડા અને વિજયા બેંકના એકત્રિકરણનો નિર્ણય લીધેલ છે. એનડીએ સરકારનો બેંકોના એકત્રિકરણ કરવાનો કાર્યસુચિન એક ભાગ છે. ભારતમાં વસ્તીના પ્રમાણમાં બેંકોની શાખાઓ ઓછી છે ત્યારે બેંકોની શાખાઓનો વ્યાપ વધારવાને બદલે એકત્રિકરણથી શાખાઓ ઘટશે. તેના વિરોધમાં બેંક કર્મીઓ દ્વારા સુત્રોચ્ચાર કરવામાં આવેલ.

બેંકોના એકત્રિકરણને લઈને એક મજબૂત બેંકનું નિર્માણ થશે કે તેની કાર્યક્ષમતામાં વધારો થશે તેવા કોઈ નકકર અણસાર દેખાતા નથી. લોકોને જાણ હશે કે પાંચ સ્ટેટ સેકટર બેંકોને એસબઈઆઈમાં મર્જ કરી દેવાયેલ છે. આ એકત્રિકરણનો અનુભવ સારો નથી. મર્જરને કારણે બેંકોની શાખાઓ બંધ થયેલ છે. બેંકના ડુબતા લેણામાં વધારો થયેલ છે. બસ્સો વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પ્રથમવાર ખોટ કરેલ છે. ડીસે. ૧૭માં પાંચ બેંકોના ડુબતા લેણા રૂા. ૬પ૦૦૦/- કરોડ તા અને સ્ટેટ બેંકના ડુબતા લેણા રૂા. ૧,૧ર,૦૦૦ કરોડ હતાં. પરંતુ ર૦૧૮માં સંયુકત બેંકના ડુબત લેણા રૂા. ર,રપ,૦૦૦ કરોડ થયેલ છે. આમ રૂા.ે ૪ઠ,૦૦૦ કરોડના ડુબતા લેણાં વધેલ છે. એક્ત્રિકરણથી ડુબતા લેણાંની વસુલીમાં કોઈ ફેરફાર થયેલ નથી.  ર૦૧૮ માર્ચનો બેંકોનો ઓપરેટીંગ પ્રોફીટ રૂા. ૧,પપ,૦૦૦ કરોડ હતો. પરંતુ સામે ડુબતા લેણાંની જોગવાયને જે રૂા. ર,૭૦,૦૦૦ કરોડ કરવી પડી તેને કારણે બેંકોને રૂા. ૮પ,૦૦૦ કરોડનું નુકશાન સહન કરવું પડેલ છે.  ગુજરાતમાં દેના બેંક અને બરોડા બેંકની શાખાઓ બાજુબાજુમાં છે. એક અંદાજ પ્રમાણે આ બન્ને બેંકોની લગભગ ૩૦૦ શાખાઓ બંધ થશે. પ્રજા બેંકની  સેવાથી વંચિત રહેશે, ગામડાઓમાં પણ શાખાઓ બંધ થશે, જયાં ખાનગી બેંકો જતી નથી. આમ ગ્રામ્ય પ્રજાને વધારે પ્રમાણમાં બેકીંગ સેવાથી વંચિત રાખવામાં આવશે.

યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સના નેજા હેઠળ દેશભરના ૯ લાખન બેંક કર્મચારીઓ તા. ર૬ ડીસે.ના રોજ એક દિવસની પ્રતિક હડતાલ પર જશે. સરકારનો યોગ્ય પ્રતિભાવ નહીં મળે તો આગળનો કાર્યક્રમ નક્કી થશે.

Previous articleઅન્નપુર્ણા માતાજીના વ્રતનો પ્રારંભ
Next articleઘોઘા-દહેજ રોપેક્ષ સેવાનો આજથી કરાશે પુનઃ પ્રારંભ