રાણપુર શાળામાં ફનફેર કાર્યક્રમ યોજાયો : રર સ્ટોલ ઉભા કરાયા

1246

બોટાદ જીલ્લાના રાણપુરની મધ્યમાં આવેલ મનુભાઈ એ.શેઠ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ શિક્ષણ અને અલગ અલગ પ્રકારના સુંદર આયોજનના લીધે રાણપુર શહેરમાં લોકપ્રિય સ્કુલ તરીકે ઓળખાય છે સ્કુલના સંચાલકો દ્રારા ફનફેરનુ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં મનુભાઈ શેઠ સ્કુલના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા અલગ અલગ પ્રકારની વાનગીઓના ૨૨ જેટલા સ્ટોલ બનાવ્યા હતા જેમા પીજા, સેંડવીચ, ફ્રેન્કી, મસાલા મકાઈ, બટેકા પાપડ, પાણીપુરી, વડાપાંઉ, મસાલા દાળ, ચીઝ સેવપુરી,ભેળ, દહીવડા, બાસ્કેટ પુરી, મસાલા છાસ, હોટ એન્ડ સોર સુપ, ટોમેટો સુપ, ઈડલી સંભાર જેવી અનેક વાનગીઓ વિદ્યાર્પોથીઓ પોતાની હાથે બનાવવામાં આવી હતી આ ફનફેર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓના વાલીઓ તહીત રાણપુરના લોકોની એટલી બધ્ધી ભીડ જામી હતી કે સ્ટોલ પર ઉભા રહેવાની પણ જગ્યા નોતી લોકોએ તમામ વાનગીઓનો સ્વાદ માણ્યો હતો થોડીજ વારમાં તમામ વાનગીઓ ખાલી થઈ ગઈ હતી અને લોકો ને ભુખ્યા પેટે પાછુ આવુ પડ્યુ હતુ આ કાર્યક્રમમાં રાણપુર સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ મુકુંદભાઈ વઢવાણા, આચાર્ય વિણાબેન સોલંકી, રાજુભાઈ શાહ, વામનભાઈ લુહાર સહીત અનેક આગેવાનો હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

Previous articleભાવનગર યુનિ. દ્વારા સરદારને પુષ્પાંજલિ
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે