માલપરા ગામના દુષ્કર્મના ગુનાના ફરાર આરોપીને વલ્લભીપુર પોલીસે ઝડપી લીધો

1339

વલ્લભીપુર તાલુકાનાં માલપરા ગામની સીમમાં મજુરી કરતી  સ્ત્રી સાથે  બળજબરીથી બળાત્કાર થયેલ હોય જની ફરીયાદ ધંધુકા પોલીસ સ્ટેશનથી  આવતા વલ્લભીપુર પો.સ્ટે.માં ગુન્હો તાઃ ૧૨/૧૨/૧૮ નાં રોજ  રજીસ્ટર થયેલ અને આ ગુનાનો આરોપી નાસ્તો ફરતો હોય આરોપીને તાત્કાલીક આરોપી પકડવાની સુચના હોય જે અન્વયે  આરોપી પ્રકાશભાઇ દાનાભાઇ ગોરાસવા(દેવીપુજક) ઉ.વ. ૨૦  રહે. બરવાળા, ઇગ્લીશ મીડીયમ સ્કુલ પાસે, ઠકકરબાપા સોસાયટી જી.બોટાદ વાળો નાસ્તો ફરતો હોય પો. સબ.ઇન્સ. ટી.એસ.રીઝવીને મળેલ બાતમી આધારે  હકીકત મળતા મજકુર ને બરવાળાથી આજરોજ  ઝડપી પાડી વલ્લભીપુર પો.સ્ટે. અટક કરેલ છે જે કામગીરીમાં સાથે પો. હેડ કોન્સ. પી.એમ. રાયજાદા તથા  પોલીસ કોન્સ. ભગવાનભાઇ સાબંડ,  અમીતકુમાર મકવાણા, મદદ માં રહેલ છે.

Previous articleપ્રજાના પૈસે પ્રાઇવેટ કામો કરાવી રહેલું સિહોરનું નગરપાલિકા તંત્ર
Next articleહદપારીનો ભંગ કરીને ભાવનગરમાં આવેલા લાલાને એલસીબીએ ઝડપી લીધો