ઘોઘારોડ પરથી દબાણો હટાવાયા

754

મહાપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા આજે ઘોઘારોડ વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરેલ. જેમાં મંત્રેશ કોમ્પ્લેક્ષની સામે તરસમીયા ટીપી સ્કીમ નં.૧રના ૧પ૦૦ ચો.મી.ના રિઝર્વ પ્લોટમાં ખાનગી આસામી દ્વારા ગે.કા. કબ્જો કરી દિવાલ બનાવી વાહનો પાર્ક કરવા તેમજ રહેણાંકના ઉપયોગમાં લેવાતો હોવાનો હોય જેના ઉપર જેસીબી મશીન ફેરવી દઈને જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. આ ઉપરાંત મૈત્રી સોસાયટીમાં પણ દબાણો હટાવવામાં આવ્યા હતા.

Previous articleરાજકોટને એમ્સ ફાળવ્યાની વાત ખોટી : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય
Next articleકુવામાં કામગીરી દરમ્યાન દિવાલ પડતા ભાંખલના યુવાનનું મોત થયું