અત્યારે અને આવનારી પેઢીનો સાથી વફાદાર હશે ખરી ?

782

શીર્ષક જોઈનેજ આંખના ડોળા બહાર આવી ગયા ને ? હા આ છે આજનું મારુ શીર્ષક કે શું તમે જેને પર્ણો છો તે સાથી તમારો વફાદાર છે ખરો ? શું તે તમારા સાથે લગ્ન કર્યા પેહલા કોઈની સાથે કમિટેડ હશે ખરી ? શું તે કોઈની સાથે લિવ ઈન રિલેશનશિપમાં હશે ખરો ? શું તેને કોઈની સાથે એકાંત માળ્યું હશે ? ફક્ત સાંભળીને જ અચંબો આવી જાય છે તો વિચારીને કેવો અનુભવ થતો હશે. ભારત દેશ કે જે પ્રાચીન સંકૃતિને પાલન કરનારો અને સંસ્કારોને પાલન કરનારો છે તેમ છતાં દિવસેને દિવસે લોકો પશ્ચિમ સંસ્કૃતિનો તરફ વળી રહ્યો છે જેથી કરીને હાલમાં બાલ્ય અવસ્થામાંજ પોતે એકાંત માળે છે ધીમે ધીમે આગળ વધતી સાથે શારીરિક સંબંધો માળે છે. મેટ્રો સિટી જેમ કે દિલ્હી, મુંબઈ અને બેંગ્લોર જેવા મોટા મોટા શહેરમાં કૉલેજીઅન તો ઠીક પણ સાથો સાથ સ્કૂલમાં ભણતા બાળકો પણ એક બીજા સાથે રિલેશનશિપમાં જોવા મળે છે. એક-બે વાર હસી મજાક શું કરી એકાદ વાર એને તમારી ખેવના શું કરી કે પછી ક્યારેક તમને ઘરે મૂકી ગયા હોય કે પછી કે તમને એકાદ વાર લિફ્ટ શું આપી દીધી લોકો તેને પ્રેમ સમજી બેસે છે ખરેખર તે પ્રેમ નથી હોતો તે ફક્ત આકર્ષણનું કેન્દ્ર હોય છે. છોકરો કે છોકરી જે બાલ્યઅવસ્થામાં છે તેઓ પુખ્ત વયના થયા નથી તો તેને પ્રેમનું જ્ઞાન શું હોવાનું. હજી પૂરું ભણતર પ્રાપ્ત નથી કર્યું ત્યાં તો પ્રેમ થઇ ગયો એવા આભાસ સાથે પોતાના ભણતર પર પૂરતું ધ્યાન નથી આપતા અને એક બીજાને સારા લગાડવા અને એક બીજાની દેખ રેખ રાખવામાં અનેક રૂપિયાનો ધુમાડો કરી નાખે છે. સ્કૂલ અને કોલેજમાં ભણતા હોય એટલે લગભગ ૧૭-૨૧ વર્ષના લોકો હોય છે. હજી કુમણા ફૂલની જેમ જુવાની ફૂટી હોય એમાં પ્રેમ અને આકર્ષણ વચ્ચેનો ભેદ ખબર નથી હોતો અને બન્ને એક મેકને લાગણીઓમાં આવીને વચન આપી દે છે કે હું તારા સાથે લગ્ન કરીશ અને હું ટેરો સાથ હર હંમેશા નિભાવીશ. કોલેજ અને સ્કૂલ કાળમાં આપેલા વચનો પછી અમુક જ એવા કપલ હોય છે કે જેને સાથો સાથ કોલેજ કરવા મળે છે અને એમાં પણ જૂજ લોકો એવા હોય છે કે જેના પરિવારના લોકો તેમના પ્રેમને સમજી શકે છે, ક્યાંક જ્ઞાતિનો તો ક્યાંક જાતિનો તો ક્યાંક ધન વૈભવનો તો ક્યાંક એક શહેરથી બીજા કોનો તો ક્યાંક ભણતરનો આમ ૧૦૦ માંથી ૮૦-૮૫ લોકોના આ પ્રશ્નાર્થનો નિરાકરણ ન આવવાના કારણે તેમના મેરેજ થતા નથી અને તેઓ જિંદગીથી દુઃખી થઇને આપઘાત કરી બેસે છે અથવાતો જિંદગી જીવવાનો મોહ છોડી દે છે. સમય અંતરે  આ દુઃખને ભૂલીને તેઓ આગળ વધે છે અને તેના પરિવારના આગ્રહ સાથે જીવન સાથીને પસંદ કરે છે પરંતુ તે જીવન સાથીને પસંદ કરતા સમયે શું તે કન્ફેસ કરે છે કે હા તે પેહલા લિવ ઈન રિલેશન શિપમાં હતી કે હતો. હું અને તમે સહુ કોઈ જાણીએજ છીએ કે હું અથવા તમે ક્યારેય આપણે આપણા જીવન સાથી સામે આની કબૂલાત નથી જ કરવાના કે હા હું હતો કે હા હું હતી પરંતુ આખી જિંદગી બન્નેના મનમાં જે આ રિલેશનમાં રહી ચુક્યો હોય તે વિચારતો હોય છે અને ડરતો હોય છે કે મારા પાર્ટનરને જો આની ખબર પડશે તો ? ક્યારેક સ્ત્રી મુંજવણમાં હોય છે તો ક્યારેક પુરુષ. આપણા સમાજમાં એવા અનેક કિસ્સાઓ બની ચુક્યા છે કે જ્યાં બન્ને કપલ પોતાના કોલેજ અને સ્કૂલ સમય દરમ્યાન રિલેશનશિપમાં રહી ચુક્યા હોય છે પરંતુ એક બીજાથી છુપાવે છે અને વર્ષો પછી તેનો ભાંડો ફૂટે ત્યારે ખબર પડે છે કે આને હતો અને આને હતી અને ત્યારે તેમના સંસારમાં ભંગાણ પડે છે. એક વાત તો નક્કી છે કે હજી આપણી પેઢીમાંના લોકોમાં ૭૦-૮૦ % એક બીજા સાથે પ્રથમ વાર જોડાતા હશે પરંતુ આજથી ૫-૭-૧૦ વર્ષ પછી જેમ જેમ લગ્નો થતા જશે ત્યારે એક વાત તો ૧૦૦% છે ત્યારના લોકો ક્યાંક પ્રેમમાં પડ્યા હશે તો કોઈક રિલેશનશિપમાં તો કોઈક એનાથી વધારે આગળ શરીર સંબંધ બાંધીને એબોર્શન પણ કરાવી દીધું હશે. આમ આપણા દેશની અંદર વધતી જતી પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ યુવાનોની અંદર સ્લો પોઇઝનરૂપે ફેલાય રહ્યું છે જેથી અત્યારની અને આવનારી પેઢીમાં બન્ને પાર્ટનર એક બીજા સાથે ૧૦૦% વફાદાર હશે તો કદાચ નહિવત લાગે છે. માનું છું કે ૫ આંગળીઓ સરખી નથી હોતી એમ દરેક લોકો એવા નથી હોતા કે જેના પરિવારના સારા લક્ષણો હોય પરંતુ સારાની સરખામણીમાં કુસંગ અને અવળે રસ્તે ચડનારા લોકોનું પ્રમાણ વધુ હશે તે તો ચોક્કસ નક્કીજ છે. કોઈ પણ વ્યક્તિએ આ લેખનું પોતાના પર ગણતરી ન કરવી પરંતુ આ વાસ્તવિકતા છે કોઈ પણ સામેથી કબૂલ નથી કરવાનું પરંતુ તેમનો અંતર આત્મા આ વાત સમજી વિચારતો તો હશેજ કે હા હું આમ ક્યાંયક ને ક્યાંયક ૫-૨૫-૫૦ કે ૧૦૦ % આમ સંપડાયેલો છું.