જસદણ પેટાચૂંટણી : આજે મતદાન, ભાજપ-કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ

633

જસદણ બેઠક પર ૨૦મીએ મતદાન બાદ ૨૩મીએ મતગમતરી કરવામાં આવશે. જસદણની ચૂંટણીમાં કુલ ૨,૩૨,૬૦૦ મતદારો નોંધાયેલા છે. ચૂંટણી માટે ૨૬૨ પોલીંગ સ્ટેશન ઉભા કરવામાં આવ્યા છે. જેમાંથી બે પોલીંગ સ્ટેશનનું સંચાલન મહિલાઓ કરશે. જસદણની ચૂંટણી માટે ઈવીએમ અને વીવીપેટનો ઉપયોગ કરવામાં આવશે.

જસદણની પેટા ચૂંટણીને લઈને અભેદ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં ૧૧૦૦ જવાનો ફરજ બજાવશે. જેમાં પોલીસના ૩૦૬, જીઆરડીના ૩૧૧, પેરા મેલિટરીની છ કંપનીના ૫૪૦ જવાનને તહેનાત કરવામાં આવ્યા છે. કુલ ૧૫૯ સ્થળ પર ૨૬૨ બૂથ બનાવવામાં આવ્યા છે, જેમાંથી ૭૨ સ્થળો પર આવેલા ૧૨૬ બૂથ પર વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. જસદણમાં ભાજપે આ વખતે પેટાચૂંટણીમાં મેગા પ્રચાર કર્યો છે. જેમાં ઝ્રસ્, ૭ મંત્રી, ૩૮ સ્ન્છ, ૩ કેન્દ્રીય મંત્રીએ પ્રચાર કર્યો હતો. આ ઉપરાંત ૫ સાંસદ, ૬ પૂર્વ મંત્રીઓએ પણ પ્રચાર કર્યો હતો. ભાજપના ૯૫ નેતાઓ પણ જસદણ પેટાચૂંટણીનાં મેગા પ્રચારમાં જોડાયા હતા. જસદણમાં ભાજપ તરફથી કુંવરજી બાવળીયા ચૂંટણીના મેદાનમાં છે. જ્યારે  કોંગ્રેસની ટિકિટ પરથી અવસર નાકિયા ચૂંટણી લડી રહ્યાં છે. પરંપરાગત રીતે જોવા જઈએ તો આ બેઠક કોંગ્રેસનો ગઢ ગણાય છે.  જસદણની ચૂંટણી ભાજપ અને કોંગ્રેસની સાથે પ્રદેશ પ્રમુખો માટે પણ પ્રતિષ્ઠાનો જંગ બની રહ્યો છે. પેટાચૂંટણીનું પરિણામ બંને પક્ષના નેતા પર અસર પાડશે. હાલ ભલે પેટાચૂંટણી હોય પણ માહોલ રાજ્યસભાની ચૂંટણી જેવો સર્જાયો છે. જો આ પેટાચૂંટણી ભાજપ જીત્યું તો પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની શાખમાં વધારો થશે. અને જો હારશે તો પ્રદેશ પ્રમુખ પર સીધી જ અસર પડશે. આ તરફ કોંગ્રેસ જીત્યુ તો પરેશ ધાનાણી મજબૂત રહેવાશે. અને જો કોંગ્રેસ હારશે તો પરંપરાગત બેઠક ગુમાવવાનો બુટ્ટો લાગી જશે.

Previous articleરાજ્યના ડીજીપીની કડક કાર્યવાહી, બે પોલીસ ઇન્સપેક્ટરને કર્યા સસ્પેન્ડ
Next articleમોડાસામાં વેધર સ્ટેશન સ્ટાફના અભાવે ધુળ ખાઈ રહ્યુ છે