રાજુલા જાફરાબાદ ખાંભા પંથકનાં બ્રિજ તેમજ રસ્તાઓ માટે માંગણી

623

રાજુલા જાફરાબાદ ખાંભા પંથકના વિવિધ બ્રિજો તેમજ રસ્તાઓ બનાવવા માંગણી ઉઠવા પામી છે. આ બાબતે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ સમક્ષ રજુઆત કરાઇ છે.

રાજુલાના પૂર્વ સંસદીય હિરાભાઇ સોલંકીએ પત્ર પાઠવી રજુઆતમાં જણાવ્યું હતું રાજુલા પૂલ તૂટી ગયો છે આ પૂલ તૂટી જતા મોટાવાહનોને વાયા વિકટર થઇને ચાલવું પડે છે. આથી ભારે હાલાકી સમયનો વ્યય થાય છે. આથી તાકિદે આ ઓવરબ્રિજ માટે કાર્યવાહિ કરવા રજુઆત કરાઇ છે.

ચારનાળાથી જાફરાબાદ અને જાફરાબાદથી દુધાળા રસ્તો નળ પુલીયા સાથે બનાવવો જરૂરી છે. તાકીદની આ બાબતની કાર્યવાહિ કરવા પત્ર પાઠવ્યો છે. ખાંભા તાલુકાના ત્રાકુડાથી મુંજીયાસર રોડ ડેડાણથી મુંજયાનસાર ડેડાણથી માલકનેશ પીપરીયા બેડીયા બે તાલુકાને જોડતા માર્ગો લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે. આથી આ માર્ગોના જોબ નંબર આપી મંજુર કરવા રજુઆત થઇ છે.

રાજુલા તાલુકાના વિવિધ રસ્તાઓ જેવા કે ચારોળીયા વડલી ૩ કિ.મી. માર્ગ રાજુલા જાપોદરા વાવડી ૧૩ કિ.મી. માર્ગ આગરીયા ભક્ષી અડધો કિ.મી. માર્ગ ભચાદર ઉચૈયા ૩ કિ.મી. માર્ગ મોટા રીંગણીયાળા રાજપારડા ગામોના રસ્તાઓ બનાવવા માટે માર્ગ મકાન વિભાગમાંથી દરખાસ્ત માટે મંજુર કરી જોબ નંબર ફાળવવા રજુઆત થઇ છે.

જાફરાબાદ તાલુકાના ચોતરા ફાચરિયા સરોવડાને જોડતો માર્ગ ચિત્રસર વડલી ટોડ માણસા રોડ કેરળ અપ્રોચ રોડ પીછડી બર્મન નોન પ્લાન માર્ગ તેમજ ટીંબી ફાચરિયા માણસા માર્ગ બિસ્માર હોય તેને બનાવવા માંગણી કરાઇ છે.

રાજુલા જાફરાબાદ ખાંભા પંથકના રસ્તાઓ માટે આગામી બજેટમાં લેવા મંજુર કરવા પૂર્વ સંસદીય સચિવ હિરાભાઇ સોલંકીએ રજુઆત કરી છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleદામનગરમાં વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી