દામનગરમાં મોટાપીરના ઉર્ષમાં સીદીના ઝુલુસે આકર્ષણ જમાવ્યું

594

દામનગર ખાતે ઉર્ષ ગૌષે આઝમ દસ્તગીર મોટાપીરની અગિયારમી શરીફની શાનદાર ઉજવણી  ઉર્ષમાં સામાજિક સંવાદિતાના અદભુત દર્શન કરાવતા મોટાપીર બાપાની મજાર પર દરેક સમાજની હાજરી જોવા મળી હતી.

હિન્દૂ ભાઈઓ દ્વારા મોટા પીરને ચાદર ચડાવી સામાજિક ધાર્મિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણીઓની ઉપસ્થિતિ રહી હતી. રોશનીનો ઝળહળટ  મન્નત બાઘા આખડી રાખતા સર્વ ભાવિકો વચ્ચે કોમી એકતાના મસીહા માનવતાના મસ્તકવિલ મોટા પીર બાપાના ઉર્ષની શાનો શોકતથી ઉજવણી કરાઈ હતી  મિલાદ શરીફમાં ફેઝે મહોમદ કમિટી અને  સિદી બાદશાહના કરતબ ઢોલ નગારા સાથે ઝુલુસ મુખ્યબજારમાં ફર્યું હતું. ન્યાઝ દાવતમાં પાંચ હજારથી વધુ ભાવિકોએ પ્રસાદ લીધો  હતો. ભવ્યાતિભવ્ય ઉર્ષ ગૌષે આઝમ દસ્તગીર માં સામેલ ભાવિકો ની અપાર આસ્થા સાથે શીશ ઝુકાવતા ભાવિકો ના ઘોડા પુર લાઠી દામનગર બાબરા ભાવનગર સુરત અમદાવાદ સાવરકુંડલા બગસરા અમરેલી ગારીયાધાર પાલીતાણા શિહોર સહિત ના અનેકો શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં થી ભાવિકો નો અવરીત પ્રવાહ મોટા પીર ની દરગાહ પર જોવા મળ્યો  સમસ્ત સુન્ની મુસ્લિમ જમાત દામનગર નું અદભુત આયોજન શહેર ભર માં થી દરેક સમાજ ની હાજરી અનેકો અગ્રણી ઓ વેપારી ઓ એ મોટાપીર બાપા ની મજાર પર શીશ ઝુકાવ્યું પુરી આસ્થા અદબ સાથે શાનદાર ઉર્ષની ઉજવણી કરાઈ હતી.

Previous articleઅમરેલીના આંગણે ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજના મહાસંમેલનની તડામાર તૈયારીઓ શરૂ
Next articleકાળીયાબીડમાં ૧ કરોડનાં ખર્ચે પેવીંગ બ્લોકનાં ૧૫ કામોનું આજે ખાતમુર્હુત