રેલ્વેનાં જી.એમ. ગુપ્તાએ ભાવનગર ટર્મીનસ રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધી

997

પશ્ચિમ રેલ્વેનાં જનરલ મેનેજર અનિલકુમાર ગુપ્તા આજે ભાવનગર આવ્યા હતા જ્યાં ડિઆરએમ., ડી.સી.એમ. સહિત અધિકારીઓને સાથે રાખીને તેમણે ભાવનગર ટર્મીનસ રેલ્વે સ્ટેશન સહિત વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી.

જનરલ મેનેજર અનિલકુમાર ગુપ્તા આજે સુરેન્દ્રનગરથી ભાવનગર ટ્રેનમાં ભાવનગર ટર્મીનસ રેલ્વે સ્ટેશને આવી પહોચ્યા હતા જ્યાં અગાઉથી જામકારી હોય ડી.આર.એમ. રૂપા શ્રીનિવાસ ડીસીએમ રાકેશ રાજ પુરોહિત, માશુક એહમદ સહિત અધિકારીઓએ તેમને સુરેન્દ્રનગર જઈને આવકાર્યા હતા અને ભાવનગર પહોચી તેમની સાથે રહીને રેલ્વે સ્ટેશન તેમજ પાલીતાણા, સોનગઢ, રેલ્વે સ્ટેશનોમાં યાત્રીકોની સુવિધા, પ્લેટફોર્મની લંબાઈ, ઉંચાઈ સહિતની ચર્ચાઓ કરી જરૂરી સુચનો જનરલ મેનેજર ગુપ્તાએ કર્યા હતા.

આ ઉપરાંત ડીઆરએમ કચેરી ખાતે સભાગૃહમાં અધિકારીઓ સાથે બેઠક કરી હતી વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવા ઉપરાંત પ્રેઝન્ટેશન નિહાળી જનરલ મેનેજર ગુપ્તાએ જરૂરી સુચનો કર્યા હતા.