તંત્રએ બિલ્ડીંગો છોડી ઓટલા તોડ્યા!

932

મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા છેલ્લા પાંચેક દિવસથી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી છે. જેમાં કાળીયાબીડના દબાણ હટાવવામાં બિલ્ડર બાહુબલી સાબીત થતા તંત્રએ પારોઠના પગલા ભર્યા જયારે ગઈકાલે સિંધુનગરમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે મંદિર તોડ્યું તેમા વિવાદ શરૂ થયો ત્યાર બાદ હવે પાકા બાંધકામો અને વિવાદવાળા દબાણોને કોરાણે મુકીને ઓટલા તોડ અભિયાન શરૂ કર્યુ હોય તેમ આજે ભીલવાડા સર્કલથી વાલ્કેટગેટ સુધીના વિસ્તારમાં વેપારીઓ તથા રહેણાંકના બનાવાયેલ ઓટલા તોડી પાડીને બહાદુરી બતાવી હતી.

Previous articleજાફરાબાદના રોહીસામા રાત્રી સભા યોજાઈ
Next articleભીલવાડા પાસે વહેતા ગટરના પાણી