ઘોઘાથી અલંગ જતી ટગમાં બ્લાસ્ટ : ૪ના મોતની આશંકા

2201

એશિયાના પ્રસિધ્ધ અલંગ શીપ બ્રેકીંગ યાર્ડ ખાતે બિચીંગ થવા ઘોઘાથી અલંગ જઈ રહેલી વરૂણ નામની ટગમાં બ્લાસ્ટ થતા ચાર વ્યક્તિઓના મોત થયાની આશંકા સેવાઈ રહી છે અને દરિયાના પાણીમાં વરૂણ ટગ ડુબી જવા પામી છે. આ ટગમાં બેઠેલા શીપ બ્રેકર સહિત શીપમાં ચડી ગયા બાદ બ્લાસ્ટ થયો હોય ટગમાં બેસેલા ચા ખલાસીના મોત થયા હોવાનું સુત્રો પાસેથી જાણવા મળેલ છે અને આ શીપ અલંગના પ્લોટ નં. ર૪-બીમાં બીચીંગ કરવાનું હોવાનું પણ જાણવા મળેલ છે. આ ટગમાં અન્ય સવાર ખલાસીઓ પૈકી અબુઝાર મોડલ (ઉ.વ.૩ર), પ્રોહસ મિસ્ત્રી (ઉ.વ.૪૦) તથા બબલુભાઈ બિસ્વાસ (ઉ.વ.૩૦) ગંભીર રીતે દાઝી જતા તેઓને ૧૦૮ મારફત ભાવનગરની સર.ટી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. બનાવ બનતા જીએમબી, પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleનુસરત ભરૂચા બોલિવુડમાં કેરિયરને લઇને આશાવાદી