રાજુલા સરકારી હોસ્પિ.માં બ્લડ સ્ટોરેજ સેન્ટર શરૂ

550

રાજુલા ખાતે પુર્વ સંસદીય સચીવ હીરાભાઈ સોલંકીની જહેમતથી બનેલ અદ્યતન હોસ્પિટલમાં બ્લડ સ્ટોરેજ માટે સરકારમાં રથજુઆત કરતા બ્લ્ડ સ્ટોરેજ શરૂ કરાયું હોસ્પિટલની મુલાકાતે હીરાભાઈ દર્દીઓની પણ મુલાકાત લીધી.

રાજુલા જનરલ હોસ્પિટલ કરોડોના ખર્ચે બન્યા બાદ ડોકટરો એકસરે બ્લડ સ્ટોરેજ સહિતની વિવિધ માંગણીઓ બાબતે ભાજપ સરકારમાં રજુઆતો સફળ થતા આજરોજ ભાજપના આગેવાનોએ મુલાકાત લીધી હતી. રાજુલાના પુર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, જીલુભા બારૈયા સહિતનાએ આ બ્લડ સ્ટોરેજ એકસરેની મુલાકાત લીધી હતી. અને માહિતી મેળવી બહોળી સંખ્યામાં પ્રજાજનોએ લાભ લેવા અનુરોધ કર્યો હતો.  હવે કોઈ દર્દીઓએ બહાર જવું નહીં પડે આ બાબતે ડો. જેઠવાએ જણાવ્યું હતું કે એકસરેથી સુવિધા શરૂ થઈ છે. ઈમરજન્સી નિમિત્તે લોકોને બ્લડની જરૂર હોય ત્યારે બ્લડ સ્ટોરેજમાંથી બ્લ્ડ પણ મળશે ત્યારે આ મહત્વની સુવિધા શરૂ થતા આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.

Previous articleટીંબી જિ.પં. સીટના ગામોમાં પ.૩૬ કરોડના ખર્ચે નવા ડામર રોડના ખાતમુર્હુત કરાયા
Next articleઅલંગ પો.સ્ટે.ના આરોપીને ભાવનગર એસઓજી કચ્છ જિલ્લામાંથી ઝડપી લાવી