નવાપરામાં રહેણાંકી મકાનમાંથી દારૂ બિયર સાથે શખ્સને ઝડપી લેતી SOG

1306

એસ.ઓ.જી.ના  પોલીસ કોન્સ. યોગીનભાઈ ધાંધલ્યા તથા બાવકુદાન ગઢવી ને મળેલ સંયુક્ત બાતમી આધારે  ધર્મેન્દ્રભાઇ ઉર્ફે ધમો ભીખાભાઇ રાઠોડ ઉ.વ.૩૪ રહેવાસી નવાપરા બાથરૂમવાળો ખાંચો રામજીભાઇ બંબાવાળાની ડેલી ભાવનગર વાળાના રહેણાંકી મકાનમાંથી ભારતીય બનાવટ ના વિદેશી દારૂની ૧ લીટરની બોટલ નંગ – ૧૫ કી. ૯૯૦૦/- તથા બિયર ટીન-૩૬ કી. ૪૮૬૦/- તથા બે થેલા મળી કુલ રૂપિયા ૧૪૯૬૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેના વિરુધ્ધમાં પ્રોહી એકટ તળે કાર્યવાહી કરી ધરપકડ કરી તેના વિરુધ્ધમાં એસ.ઓ.જી. ના બાવકુદાન ગઢવી એ  નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

આ કામગીરીમાં એસ.ઓ.જી.ના હેડ કોન્સ. જગદીશભાઇ મારું , યોગીનભાઇ ધાંધલ્યા તથા બાવકુ દાન ગઢવી, હારીતસિંહ ચૌહાણ, અબ્બાસભાઈ દેવજિયાણી, ડ્રાઈવર ભોજાભાઈ જોડાયા હતા.

Previous articleનવાગામ ખાતે વાડીમાં જુગાર રમતા સાત બાઝીગર ઝડપાયા
Next articleબાવળીયાનો વિજય, ભાજપની આતશબાજી