PUBG થી બચાવે રબજી

1234

કપડા ખરીદવા છે તો કરો બુક ઓનલાઇન, ફરવા જવાની ટિકિટ કરો બુક ઓનલાઇન, જમવાનું  મંગાવું છે બુક કરો ઓનલાઇન, લગ્ન કરવા છે તો બાયોડેટા મુકો ઓનલાઇન, ઇલેક્ટ્રિક, ગેસ કે પાણીનું બિલ ભરવા છે તો તે પણ કરો ઓનલાઇન દરેક વસ્તુ તમારી દૈનિક કાર્યક્રમથી રાત્રીના સુધી વખત સુધીને દરેક વસ્તુ તમે બેઠા બેઠા ઓનલાઇન કરી શકો છો તેના માટે જોશે મોબાઇલ, લેપટોપ, આઈ-પેડ અથવા તો કમ્પ્યુટર અને તેની સાથે એક સારી સ્પીડવાળું ઈન્ટરનેટ બસ આ બન્ને વસ્તુને તમારા સાથે રાખો પછી જોવો તમારા કામ એકદમ સરળ અને સરસ રીતે પતી જશે અને તમે પણ લોકોને અંબાણીની જેમ તમારું સૂત્ર પણ રાખી શકશો ” કર લો દુનિયા મુઠ્ઠી મેં “. ઈન્ટરનેટ એટલે કે ઈ-કોમર્સ અત્યારનું જનરેશન એટલે કે ૨૧મી સદી ટેક્નોલોજીના તાલ સાથે તાલ અને કદમ સાથે કદમ મિલાવનારી પ્રજા કે જેને ઓછા સમયમાં વધુ કામ કરીને પૈસા કમાવાની તક ઝડપી લેવી છે જે એકદમ સારી વાત છે અને ધંધાને આગળ ધપાવનારી છે પરંતુ આ ટેક્નોલોજીના યુગમાં જેમ દરેક વસ્તુની સારી અને ખરાબ બન્ને બાજુ હોય છે એવીજ રીતે ટેક્નોલોજીની ખરાબ અસર આજના યંગ  જનરેશન પર ખુબજ ઝડપી વાયુવેગે પ્રસરી રહી છે. ખુબજ બાલ્યઅવસ્થામાં  રોજે રોજ નેટનું સર્ફિંગ, પોર્ન વેબસાઈટનું સર્ફિંગ કે પછી જાનલેનાર અને ઘાતકી એવી ” બ્લુ વેલ ” અને હાલમાં ખુબજ ટૂંક સમયમાં પ્રખ્યાત બની ગયેલી ગેમ PUBG જેને દરેક નાના અને મોટા બાળકોના મગજમાં પોતાનું આગવી સ્થાન પ્રાપ્ત કરેલું છે. ખુબજ સસ્તા દરના ઈન્ટરનેટના પ્લાનના લીધે લોકો આજે રાત અને દિવસ અનલિમિટેડ નેટનો વપરાશ કરતા થઇ ગયા છે અને એના પરિણામે જ આ વિદેશી ગેમનું ચલણ દુનિયાના તમામ દેશના બાળકોમાં વધી રહ્યું છે. સતત ગેમ રમવાની આદતના પરિણામે અપને ફાયફો તો થતોજ નથી પરંતુ બમણા પ્રમાણમાં નુકશાની થાય છે સૌ પ્રથમતો આંખને નુકશાન ત્યાર બાદ સતત મોબાઈલમાંથી નીકળતા રેડિએશનથી હાથ અને મગજને નુકશાન આમ ઈન્ટરનેટના જેમ સારા ફાયદા છે તેનાથી આપણે ફાયદો તો થાય જ છે પરંતુ આપણે તેનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરીને તે અવિશ્કારનો વિનાશકરમાં પરિવર્તન કરી દઈએ છીએ. સતત વધતા જતા આ ઓનલાઈન ગેમના વપરાશથી બાળકના નાજુક મગજમાં ક્રૂરતા અને ખૂન કરી નાખવાની ભાવના જાગે છે કેમ કે તે ગેમની અંદર ખજાનાની શોધખોળ અને દુશ્મનોથી બચવા માટે હથિયાર આપવામાં આવે છે જેથી કરીને રમનાર વ્યક્તિ હકીકતમાં ખૂન નથી કરતો પરંતુ ફક્ત ગેમમાં ખૂન કરીને પોતાના મનમાં હિંસાક ભાવનાનું સર્જન કરે છે. વધુ સમય ગેમ રમવાથી નાના કે મોટી વયના વ્યક્તિ અભ્યાસ કે પછી ધંધાપર ધ્યાન આપી સકતા નથી એટલે બાળકોને તેના વાલી અને મોટી ઉંમરના લોકોને તેના સાગા સંબંધી અથવાતો ટોકે છે અને આ ગેમ રમવા માટે પાબંધ કરે છે પરંતુ સતત રચ્યા પચ્યા લોકો માટે જયારે આ ગેમ રમવા પાર પ્રતિબંધ મુકવામાં આવે છે ત્યારે તેઓ આને સ્વીકારી નથી સકતા અને જે તેમને દારૂના નશાની લત હોય એમ આ ગેમ રમવાની લત લાગી હોવાથી જેમ એક ભૂખ્યો ખોરાકની શોધમાં ગમે તેમ મેહનત કરીને પોતાનું મહેનતાણું મેળવી તેની ભૂખ સંતોષે છે  એવીજ રીતે આવા વ્યક્તિઓને રમત ન   રમવા મળે ત્યારે તેની ગેમની હિંસક પ્રવૃત્તિનું આચરણ પોતાની રોજિંદા જીવનમાં કરે છે અને તે ગેમ રમવા માટે શરૂઆતમાં ઝગડો કરે છે ત્યાર બાદ છુપાય છુપાઈને રામે છે અને જયારે ચરમ સીમાએ ઘરના લોકો દ્વારા પ્રતિબંધ મુકવામાં આવે છે ત્યારે તે હિંસાક પ્રવૃત્તિ આચરણ કરે છે અને જીદ કરીને આ ગેમ રમીને પોતાનો નશો સંતોષે છે. જીદ અને ચોરી છુપીને રામે ત્યાં સુધી તો ઠીક પણ જયારે તે હિંસક પ્રવૃત્તિ આચરે છે ત્યારે બિચારા નિર્દોષ અને તેના પરિવારના સદસ્યનું હિત ઇચ્છનારા સ્નેહ સગાનું હિંસાક પ્રવૃત્તિના પરિણામે મૃત્યુ થાય છે ત્યારે પરિવારને ખુબજ મોટી નુકશાની અને ઉણપ ભોગવવી પડે છે. તાજેતરનો  આપણા દેશનો દાખલો કે જ્યાં એક બાળકે ઁેંમ્ય્  ની આ ગેમ ન રમવા મળતા પોતાનાજ માતા-પિતા પર આત્મઘાતી હુમલો કરી તેમને મારી નાખ્યા હતા. આ તો એક કિસ્સો કે જે આપણી સામે આવ્યો અત્યારે પરંતુ ભૂતકાળમાં આવા અનેક કિસ્સાઓ બની ચુક્યા છે બ્લુ વ્હેલ ગેમ કે જેના અંતિમ પડાવમાં ખેલૈયા દ્વારા એવો કપરો સ્ટન્ટ આપવા આવે છે કે જેમાં તેને આત્મહત્યા કરવી પડે છે અને જો તે આવો ન કરે તો તેને એવું માનસિક ટોર્ચર કરવામાં આવે છે કે જેનાથી તેને પોતાની જાન ગુમાવી પડે છે માટેજ દેશના તમામ માતા પિતા દ્વારા પોતાના સંતાન પર નજર રાખવી અનિવાર્ય છે કે ભૂલે ચુકે તેનું બાળક આ ગેમના સીકંજામાં નથી આવી ગયું ને અને જો આવી ગયું હોય તો તાત્કાલિક જ તેને શાંત મને અને પ્રેમાળ સ્વભાવે સમજાવી તેને આ લતમાંથી દૂર કરીદે જેથી કરીને તેનો બાળક આવી હિંસક પ્રવૃતિમાંથી બચી શકે અને આપણા ઘરના કે આડોસ પડોસના નિર્દોષની હત્યાના કલંકથી બચી શકે જો અત્યારથીજ આ જાનલેવા વાયરસ સામે આપણે સંરક્ષણ નહિ રાખીએ તો એવો કોઈ એન્ટીડોટ હજી સુધી શોધવામાં નથી આવ્યો કે તેના સ્વજન ને આ PUBG અને બ્લુવેલના મોતના કુવામાંથી બહાર લાવી શકે અને કદાચ એવો સમયના ન આવે કે માં બાપ પોતાના સંતાનને આનાથી દૂર ન કરી શકે એવા સમયે કદાચ માવતરે ઈશ્વરને આના માટે પ્રાર્થના કરવી પડશે પરંતુ આવો સમય ભવિષ્યમાં ન આવે તે માટે આપણે સહુ આ લેખના શીર્ષક રૂપે ઈશ્વરને ભક્તિના સુર સાથે પ્રાર્થના કરીએ કે ” હે રબજી અમારા પરિવારને બચાવજો PUBG થી.

Previous articleસફળતાની સીડીનું મહત્વનું પગથિયું  ટેન્શનમુક્તિ – તણાવમુક્તિ
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે