કોંગ્રેસમાં આંતરિક લોકશાહી મજબૂત, બેઠક ચૂંટણી માટે મળી’તીઃ અમિત ચાવડા

934

કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાના નિવાસ સ્થાને કોંગ્રેસના નારાજ નેતાઓની ગુપ્ત બેઠક યોજાતા કોંગ્રેસમાં હલચલ મચી ગઇ છે. ત્યારે આ મામલે અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરતા જણાવ્યુ કે, કોંગ્રેસમાં તમામ આગેવાનોને મોકળાશથી કામગીરી કરવાની છૂટ છે. કોંગ્રેસમાં આંતરિક લોકશાહી મજબૂત છે. કોંગ્રેસના સિનિયર નેતાઓની મળેલી બેઠક લોકસભાની ચૂંટણી માટે મળી છે.

કોંગ્રેસ પક્ષની વિચારધારા પ્રમાણે પક્ષ સિનિયન નેતાઓને હમેશા તક આપે છે. અમિત ચાવડાએ વધુમાં જણાવ્યુ કે, સિનિયર અને યુવા નેતાઓને આગળ રાખીને કોંગ્રેસ આગળ વધી રહી છે. અમિત ચાવડાએ આ પ્રકારે થતી બેઠકને આવકતા કહ્યું હતુ કે, કોંગ્રેસમાં સૌ પરિવારની લાગણીથી જોડાયેલા છે અને લોકસભા ચૂંટણીને લઈન તૈયારીઓ કરી રહ્યા છે. ભાજપની જેમ  કોંગ્રેસમાં દિલ્હીથી રિમોટ કંટ્રોલની માફક કામગીરી થતી નથી પરંતુ લોકશાહી પરંપરા પ્રમાણે કામગીરી થાય છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં શરૂ થયેલા કકળાટના પડઘા દિલ્હી હાઈકમાન્ડ સુધી પડ્યા છે અને હવે રાહુલ ગાંધી પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત માટે ક્યારે સમય આપે છે. તેના પર સૌની નજર છે. જસદણ પેટાચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ ગુજરાતના કોંગ્રેસના નેતાઓએ અલગ ચોકો કરીને બેઠક કરતા રાજકીય ગરમાવો સર્જાયો હતો. અમદાવાદ ખાતે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાના નિવાસ સ્થાને કોંગ્રેસના નારાજ નેતાઓની ગુપ્ત બેઠક યોજાતા કોંગ્રેસમાં હલચલ મચી ગઇ છે. તમામ નેતાઓએ કોંગ્રસ અધ્યક્ષ રાહુલ ગાંધી સમક્ષ મુલાકાત માટે સમય પણ માંગ્યો છે અને હવે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરીને કયા કયા મુદ્દા પર ચર્ચા કરે છે તે જોવું રહ્યું. તો આ બાજુ કોંગ્રેસનાં નારાજ નેતાઓની મીટિંગ બાદ નિર્ણય લેવાયો છે કે, ગુજરાત કોંગ્રેસમાંથી હાંસિયામાં ધકેલાઈ ગયેલા આ ૧૫ નેતાઓ નવા સંગઠનને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરશે. તેઓ ગુજરાત પ્રભારી સાથે મુલાકાત કર્યા બાદ હાઈકમાન્ડ રાહુલ ગાંધીને મળવા દિલ્હી જશે.

Previous articleપોતાના જ રૂપિયા પરત માંગવા ગયેલા આધેડને સળગાવી દેવાયા
Next articleપાટણ જિલ્લાના ૮ તાલુકા અછતગ્રસ્ત જાહેર થયા હજુ ખેડૂતોને કોઇ લાભ નહીં