એક્ષ્પોર્ટ પ્રોસીઝર એન્ડ ડોક્યુમેન્ટેશન સર્ટીફીકેટ કોર્સની ત્રીજી બેચની  શરૂઆત

1013

ગાંધીનગરની કડી સર્વ વિશ્વ વિદ્યાલય સંલગ્ન બી.પી.કોલેજ ઓફ બીઝનેસ ઍડમિનીસ્ટ્રેશન (બીબીએ) કોલેજ દ્વારા ધો.૧૨ ઉતીર્ણ વિદ્યાર્થીઓ માટે ૨ મહિનાનો સર્ટીફીકેટ કોર્સ શરુ કરવામાં આવ્યો જેમાં હાલ ૨૦ વિદ્યાર્થીઓ જોડાઈ ચુક્યા છે. તેમજ અનેક વિદ્યાર્થીઓએ જોડવા માટેની ઉત્સુકતા દર્શાવી છે.

બેચની શરૂઆત આચાર્યશ્રી ડો રમાકાંત પૃષ્ટિ સાહેબની  પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. તેઓએ વિદ્યાર્થીઓને સાંપ્રત સમયની માંગ મુજબનો સર્ટીફીકેટ કોર્સ પસંદ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ વિદ્યાર્થીઓ આ કોર્સમાં આવરી લેવામાં આવતા તમામ મુદ્દાઓની ઉત્કૃષ્ટ તાલીમ મેળવી તેમના વ્યવસાયિક જીવનમાં તેનો ઉપયોગ કરે. તેવી શુભકામના પાઠવી હતી.

વધુમાં તેઓએ એક્સપોર્ટ ડોક્યુમેન્ટેશન ની મહત્તા બાબતે વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કાર્ય હતા. સમય ની મહત્તા સમજી તેનો સદુપયોગ કરવા જણાવ્યું હતું. તેમજ આવતા સમય માં એક્સપોર્ટની સાથે સાથે ઇનપોર્ટ રેમજ જીએસટી બાબતે પણ કોર્સ માં બદલાવ કરવા ની બાબત જણાવી હતી. તેમજ ભારત સરકાર ની એક્સપોર્ટ પ્રમોશન બાબતે અમલ માં મુકવા માં આવેલ યોજનાઓ માં મહતમ આ કોર્સમાં તાલીમ આપવા આવનાર તજજ્ઞ લોકોનો વિદ્યાર્થીઓ મહત્તમ લાભ ઉઠાવે તેમ તેઓએ જણાવ્યું હતું.

ટ્રેનીંગ અને પ્લેસમેન્ટ કમિટી ના હેડ  ડો. જયેશ તન્ના સાહેબ દ્વારા વિદ્યાર્થીઓ ને જણાવ્યું કે આ કોર્સ માં ઉત્તીર્ણ થયેલ બે વિદ્યાર્થીઓ નું પ્લેસમેન્ટ  બેંક માં થઇ ગયું છે. જે બેંક માં પણ કરન્સી એક્સચેન્જ તેમજ એક્સપોર્ટ વિભાગ ની જવાબદારી સંભાળશે. આમ ઉપરોક્ત કોર્સ વિદ્યાર્થીઓ ને મેનેજમેન્ટ ના ક્ષેત્ર માં અગ્રેસર કરશે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આજના યુગમાં વિદ્યાર્થીઓ એ સ્કીલ ડેવલોપમેન્ટ ઉપર વધારે ભાર મુકવો જરૂરી બન્યો છે. મેનેજમેન્ટનો વિદ્યાર્થી સફળતા ત્યારેજ હાંસલ કરી શકે જયારે તેમનામાં ધંધાકીય કાર્યોના દરેક ક્ષેત્રે નિપુણતા કેળવેલ હોય. સાંપ્રત સમયમાં ભારતના અર્થતંત્રમાં ધરખમ ફેરફારો જણાઈ રહ્યા છે. તેમજ વિદેશ વ્યપાર નીતિ દ્વારા અર્થતંત્ર મજબુત કરવાના દેશના પ્રયાસોમાં અત્રેની કોલેજ દ્વારા એક્સપોર્ટ પ્રોસીઝર એન્ડ ડોક્યુમેન્ટેશનનો કોર્સ શરુ કર્યો. કારણ કે આગામી દિવસોમાં એક્સપોર્ટ-ઇનપોર્ટ એક્ટીવીટી ને લગતા ધંધાકીય ક્ષેત્ર ના અલગ-અલગ કર્યો માટેની નિપુણ અને જ્ઞાનકૌશલ્ય વર્ધક મેનપાવરની તાતી માંગ ઉભી થનાર છે.

આ કોર્સ દ્વારા વિદ્યાર્થીઓની “કોન્પીટન્સી” ડેવલોપ થશે જે તેઓના નોકરી મેળવવા તેમજ ધંધાકીય એકમની સ્થાપના કરવા માં ખુબ ઉપયોગી સાબિત થશે.આજે પ્રથમ દિવસે તજજ્ઞ અધ્યાક દ્વારા વિદ્યાર્થીઓને ભારત-ચીનના તુલનાત્મક એક્સપોર્ટ બાબતો તેમજ ચીન અમેરિકા ના એક્સપોર્ટ વોર ના કારણે યુરોપિયન તેમજ એશિયન દેશો ને મહત્તમ લાભ મળશે અને તેમાં આપ સૌ વિદ્યાર્થીઓ ની કારકિર્દી પણ ઉજવવળ બનશે તેવી શુભકામના વ્યક્ત કરી હતી.

સમગ્ર  સર્ટીફીકેટ કોર્સ બાબતે કોલેજનાં આચાર્ય ડો.રમાકાંત પૃષ્ટિ, પ્લેસમેન્ટ તેમજ ટ્રેનીંગ કમિટી નાં હેડ ડો.જયેશ તન્ના તેમજ તૃતીય બેચના કોર્સ કો-ઓર્ડીનેટર ડો.આશિષ ભુવા દ્વારા સંપૂર્ણ  જવાબદારી સંભાળવા માં આવી હતી.

Previous articleબહેનનો સંકલ્પ એક રક્ષાબંધનની સાર્થકતા
Next articleકલોલના શેરથા પાસે હિટ એન્ડ રનમાં એક્સ-આર્મીમેનનું મોત