ઢસા પોલીસ દ્વારા દારૂ અંગે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું

736

બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા વિ.પો.અધિ. રાજદીપસિંહ નકુમના  માર્ગદર્શન તથા ઢસા પો.સ્ટે.ના પો.સ.ઇ. વી. એમ. કામળીયા તેમજ ઢસા પોલીસ કર્મચારીઓ દ્વારા ઢસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂની બદીને નેસ્ત નાબુદ કરવા અંગે અલગ અલગ જગ્યાઓએ બ્રેથ એનલાઇઝરનો ઉપયોગ કરી સઘન ચેકીંગ હાથ ધરવામાં આવેલ

અગામી તા.૩૧ ડીસેમ્બર ની ઉજવણી નિમિત્તે જીલ્લાભરમાં દારૂ અંગે કડક હાથે પોલીસ દ્વારા કામગીરી કરાઈ રહી છે. જેનાં ભાગ રૂપે ઢસા માં પણ દારૂબંધીનો કડક અમલ કરાવવા માટે ઢસા પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવી જુદા જુદા વિસ્તારો માં હાઈવે રોડ ઉપર બ્રેથએનેલાઇઝરથી લોકોને તથા વાહન ચાલકો ને તપાસવામાં આવી રહ્યા છે. અને છેલ્લા ઘણાં દિવસથી ચાલતી આ કામગીરીથી ઢસા તથા ઢસા આજુબાજુના વિસ્તારમાં દારૂ વેચનારા અને પીનારામાં ફફડાટ ફેલાયો છે.

Previous articleઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડરના કલાકારોએ લીધી ભાવનગરની મુલાકાત
Next articleરાણપુરના જાળીલા ગામે દીપડો દેખાયો યુવાન ઉપર હુમલો કરાતા ફફડાટ