નિવૃત્ત DYSP ઠાકરના નિવાસ રાજુલાથી હરણની ખોપડી સહિત મળતા ચકચાર

1007

રાજુલાના નિવૃત ડીવાયએસપી ઠાકરના ઘરેથી હરણની ખોપડી, શીંગડા સહિત ચાર વસ્તુઓ મળી આવતા હોનહાર આરેઅફો રાજલબેન પાઠક દ્વારા બે તહોમતદારોની રંગે હાથ પકડી રૂા. રપ હજારનો દંડ ફટકાર્ય્‌ પુછપરછ હાથ ધરતા ખળભળાટ.

રાજુલાના નિર્વત અધિકારી ડીવાયએસપી કે એક વખત તેનું રાજુલા સાવરકુંડલામાં આગવું નામ હતું પોલીસ મથકોમાં તેવા ઠાકરના રહેણાકના મકાનમાંથી હરણની ખોપડી તેમ ચાર હરણના શીંગડા મળી આવતા જાંબાઝ વન વિભાગના આરએફઓ રાજલાબેન પાઠક દ્વારા બે ઈસમોને શીંગડા સાથે ઝડપી પાડી રૂા. રપ૦૦૦નો દંડ ફટકારતા બાબરીયા વાડમાં ખળભળાટ મચી ગયો કે કાયદાના રક્ષક સામે કાયદાના રક્ષકની રેડ અને દંડ સાથે કાર્યવાહી અને ખુદ ડીવાયએસપીના ઘરે જઈ આરએફઓએ પુછપશ્રઋ હાથ ધરી છે. વધુ વિગત જોઈએ તો વન વિભાગના ડીસીએફ પ્રિયંકા ગેહલોત, એસએફગોજીયા સહિતના માર્ગદર્શન હેઠળ રાજુલા વન વિભાગના આરએફઓ રાજલબેન પાઠક અને વન વિભાગની ટીમ ટ્રેકર ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરતા આખા પંથકમાં વન્ય પ્રાણીઓની ગતીવિધિની બાજ નજર રાખવામાં આવી રહી હોય તેવા સમયે નિવૃત ડીવાયએસપીના ઘરે રાખવામાં આવેલ હરણના આવેશષો જે ઘરમાં શો પીસ તરીકે અન લીગલી રાખતા હોય કે કોઈ વન વિભાગની મંજુરી જેવા દસ્તાવેજો ન હોય અને તે ખોપડી સહિત શીંગડાઓને કલર કામ માટે રાજુલાના બે વ્યક્તિઓને ટ્રેકર સંજયભાઈ બારૈયાએ રસ્તામાં રોકી શીંગડા સહિત મુદ્દામાલની ધરપકડ કરી ઉપરાંત ડીવાયએસપી (નિવૃત્ત) ઠાકર સાહેબના ઘરેથી બીજા ૩ શીંગડાઓ મળી આવતા વન વિભાગના રાજલબેન પાઠક દ્વારા રૂા. રપ,૦૦૦ હજારનો દંડ ફટકારતા સમગ્ર મામલો ટોપ ધ ટેન બન્યો છે કે કાયદાના રક્ષકના ઘરે પુછપરછથી લઈ કાયદેસર કાર્યવાહી કાયદાના રક્ષકે ઉપાડયો છે.

Previous articleએક જાય છે, એક આવે છે…
Next articleવલભીપુર હાઈ-વે પર ટ્રક- મેજીકનો અકસ્માત