ફૂલપ્રુફ સુરક્ષા વચ્ચે આજે લોકરક્ષક દળની પરીક્ષા

717

પેપર લીક કાંડ બાદ રદ કરાયેલી પરીક્ષાનું ફરી આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા આજે યોજવામાં આવી છે. ૮.૭૬ લાખ ઉમેદવારો આ પરીક્ષા આપવાના છે. ગત વખતે બનેલી ઘટનાને પુનઃ રિપીટ ન થાય તે પગલાં લીધા છે. પ્રિન્ટિંગ પ્રેસથી લઇને કંટ્રોલ રુમ સુધીના પેપર લીક ન થાય તે પગલાં લીધા છે. ત્યારે ૨૪૪૦ સેન્ટરો પર ૨૯ હજાર વર્ગખંડ રાખવામાં આવ્યા છે. આ તમામ વર્ગ ખંડમાં સીસીટીવી રાખવામાં આવ્યા છે.

પેપર લીક થયા બાદ લોકરક્ષક દળની પરીક્ષાની આજે પરીક્ષા યોજાવા જઇ રહી છે. ત્યારે ઉમેદવારોને લઇ પોલીસ ભરતી બોર્ડ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉમેદવારોના પહેલા જે પરીક્ષા કેન્દ્ર રખાયા હતા તે જ કેન્દ્રો પર પરીક્ષા રાખવામાં આવશે. તો કુલ ૯ સેન્ટરો બદલવામાં આવ્યા છે. જેમાં અમદાવાદમાં ૫, ગાંધીનગરમાં ૨ અને આણંદમાં ૧ સેન્ટ બદલવામાં આવ્યું છે. લોકરક્ષક ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાયે જણાવ્યું કે આજે ૧૧થી ૧૨ એક કલાકમાં આ પરીક્ષા લેવામાં આવશે. તેમાં ૮.૭૬ લાખ ઉમેદવારો પરીક્ષા આપવાના છે. તો હજુ પણ ૨ લાખ જેટલા ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ કર્યા નથી. ૫૫ હજાર ઉમેદવારોએ એસ.ટી.બસમા બુકિંગ કરાવી દેવામાં આવ્યું છે. તો વિના મૂલ્યે ઉમેદવારો મુસાફરી કરી શકશે. ત્યારે પેપર લીક જેવી ઘટના પુનઃ રિપીટ ના થાય તે અંગે સરકાર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.

પ્રિન્ટિંગ પ્રેસથી લઇને કંટ્રોલ રુમ સુધીમાં પેપર લીક ન થાય તે પગલાં લીધા છે. વડોદરાની મેરેથોન હોય કે અન્ય પરીક્ષા હોય તે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. કોઈ મુશ્કેલી નહી ઉભી થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ૨૪૪૦ સેન્ટર પર ૨૯ હજાર વર્ગ ખંડ રાખવામાં આવ્યા છે. આ તમામ વર્ગ ખંડમાં સીસીટીવી રાખવામાં આવ્યા છે.

Previous articleઅછતગ્રસ્ત વિસ્તારોમાં ૧૦ જાન્યુ. સુધીમાં સહાય પહોંચશે
Next articleગાંધીનગરમાંથી નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ