ગાંધીનગરમાં અદાલતે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની કેદની સજા ફટકારી

748

ગાંધીનગરમાં ચેક રિટર્નના કેસમાં અદાલતે આરોપીને બે વર્ષની સજા અને ફરિયાદીને ૪.૫૦ લાખ વળતર ચુકવવા આદેશ કર્યો છે. જેમાં, ફરિયાદીના વકીલ અંબાલાલ જેપાલની દલીલોને ગ્રાહ્ય રાખીને અદાલતે આરોપીને વળતરની રકમ ચુકવવાનો આદેશ કર્યો છે. જો, વળતર ન ચુકવે તો વધુ છ માસની સજાનો પણ હુકમ કર્યો છે.

માહિતી પ્રમાણે, ગાંધીનગર સેક્ટર-૨૨માં રહેતા મોહન ચૌહાણે આરોપી વિજય બેંકરને ૪.૫૦ લાખ રૂપિયા મિત્રતાના કારણે ધિરાણ કર્યા હતા. તેના બદલામાં આરોપીએ પંજાબ બેંકનો ચેક આપેલ. પરંતું. ચેક અપુરતા બેલેન્સના કારણે પરત ફરતાં ફરિયાદીએ અદાલતમાં દાદ માંગી. જેની સુનાવણી ગાંધીનગર ૬ઠ્ઠા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ ચાલી જતાં ફરિયાદીના વકિલ અંબાલાલ જેપાલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખીને કોર્ટે ધી નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ અન્વયે આરોપીને દોષિત ઠેરવ્યો છે.

Previous articleરાજકોટને એઈમ્સ ફાળવવા બદલ મંખ્યમંત્રીનો આભાર
Next articleકલોલનું PHC અદ્યતન હોસ્પિટલ બનશે : નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિ