ભારે વરસાદને પગલે રેલવે દ્વારા ૨૬ ટ્રેનો રદ્દ કરાઇ, મુસાફરો અટવાયા

515

રાજ્યમાં ભારે વરસાદને પગલે રેલવે ટ્રેક પર પાણી ભરાતા કેટલીક ટ્રેનોના રૂટ પર અસર છે. જેથી અનેક ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. પૂરની પરિસ્થિતિના પગલે આજે ૨૬ ટ્રેનો રદ કરવામાં આવી છે. તો આવતી કાલે ૧૦ ટ્રેનો રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

જ્યારે વડોદરાથી વારાણસી જતી મહામના ટ્રેન ૪ કલાક મોડી ઉપડી હતી. આણંદ- ગોધરા વચ્ચે રેલ લાઇન પર પાણી ભરાતા આ રૂટની ટ્રેનો રદ કરાઇ હતી. નડિયાદ -મોડાસા ટ્રેનને પણ હાલમાં રદ કરી દેવામાં આવી છે. રેલવે સ્ટેશન ખાતે સેંકડો મુસાફરો અટવાઇ જવા પામ્યા છે. ઘણા મુસાફરો તો એક દિવસ ઉપરાંતથી સ્ટેશન ઉપર આસરો લઇ રહ્યા છે.

Previous articleમોરબી પુર હોનારતની ૪૦મી વરસીએ દુર્ઘટનાની યાદ તાજી
Next articleભારે વરસાદના કારણે એસટી બસની ૧૯૮૮ ટ્રીપ બંધ, લાખો રૂપિયાનું નુકસાન