મંદસૌરથી ભાવનગર સુધી ભાજપનું ખેડૂત વિરોધી ચરિત્ર : રાહુલ ગાંધી

1463

તળાજામાં ખેડુતો પર લાઠીચાર્જ મામલે રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા કરી છે. સોશિયલ મીડિયામાં ખેડૂતો પર લાઠીચાર્જને મુદ્દો બનાવ્યો છે. ઈજાગ્રસ્ત ખેડૂતના ફોટો સાથે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. તેમણે જણાવ્યુ હતું કે માઈનિંગનો વિરોધ કરી રહેલા ખેડૂતો પર લાઠીચાર્જ થયો છે. ભાજપનો ખેડૂત વિરોધી ચરિત્ર સામે આવી ગયુ છે. મંદસૌરથી ભાવનગર સુધી ભાજપનું ખેડૂત વિરોધી ચરિત્ર છે.

ભાવનગરના તળાજામાં માઈનીંગ દરમિયાન થયેલા વિરોધમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયુ હતુ. જે બાદ અનેક ગ્રામજનો ઈજાગ્રસ્ત થયા છે. સ્થાનિકોનો આરોપ છે કે પોલીસ સાથે થયેલા ઘર્ષણમાં પોલીસે ગુજારેલા દમનમાં અનેક ગ્રામજનો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે ગ્રામજનોએ ઈજાગ્રસ્તોની સારવાર માટે હવે ફાળા ઊઘરાવવાનું શરૂ કર્યુ હતું. ઈજાગ્રસ્તોની સારવાર માટે ગ્રામજનો ફાળો ઊઘરાવ્યો હતો. એટલું જ નહીં વકીલોની ફી માટે પણ ગ્રામજનોને નાણાની તાતી જરૂર હોવાથી આ ફાળો જ તેમના કામે એવી આશા સેવી રહ્યા હતા.

Previous articleનરોડામાં પતંગ ચગાવતી વખતે ધાબા પરથી પટકાતા સગીરનું મોત
Next articleચોટીલા પાસે ટ્રકે બે પદયાત્રીને કચડી નાખ્યાં, બંનેના ઘટના સ્થળે જ કરૂણ મોત