તાલુકા હેલ્થ ઓફીસ ધંધુકા,ધોલેરા દ્વારા જન જાગૃતિ વર્કશોપ યોજાયો

566

ધંધુકા અને ધોલેરા તાલુકાના આરોગ્ય વિભાગ દ્વારા તાલુકાના છેવાડા લોકો સુધી આરોગ્યની સુવિધા અંગે માહિતગાર થાય તે હેતુસર ધંધુકા તાલુકા હેલ્થ ઓફીસ ખાતે ધંધુકા તાલુકા હેલ્થ ઓફિસર ડો. દિનેશ પટેલના માર્ગદર્શન હેઠળ ધંધુકા, ધોલેરા વિસ્તારના તાલુકા પંચાયત સભ્યો, રોગી કલ્યાણ સમિતિના સભ્યો, નગરપાલિકા ધંધુકાના સભ્યો, ભાજપ-કોંગ્રેસના પદાધિકારીઓ અને આરોગ્ય અધિકારી કર્મચારીઓનો આરોગ્ય વિક્ષયક વર્કશોપનું આયોજન કરવામાં આવેલ. આ વર્કશોપમાં ધંધુકા તાલુકા પંચાયત પ્રમુખ રેખાબેન મહેન્દ્રસિંહ સોલંકી, ઉપપ્રમુખ અર્જુનસિંહ ચુડાસમા, નગરપાલિકા પ્રમુખ માધવીબેન દિક્ષિત, તાલુકા હેલ્થ ઓફિસીર ડો. દિનેશ પટેલ મેડિકલ ઓફિસર ડો. સુભાષ પ્રજાપતિ, ડો. રાકેશ ભાવસાર, ડો. સિરાજ દેસાઈ, ડો. યોગેન્દ્રસ્ રાઠોડ, ડો. રાજેશ કળથીયા વગેરે હાજર રહ્યા હતાં. આ પ્રસંગે તાલુકા હેલ્થ ઓફિસર ડો. દિનેશ પટેલ જણાવ્યું કે આરોગ્યની સુવિધા તાલુકાના છેવાડાના માનવી સુધી પહોચે તે માટે આરોગ્ય વિભાગ સતત કાર્યશીલ છે.

Previous articleદામનગરમાં એસટીની બેધારી નીતિ સામે લોકોમાં નારાજગી
Next articleનંદકુંવરબા મહિલા કોલેજમાં ગુજરાતી ભાષા સાહિત્યનો ઈતિહાસ વિષય પર વર્કશોપ યોજાયો