કાટકડા પ્રાથમિક શાળામાં બાળકોની આરોગ્ય તપાસ

729

આજરોજ પ્રાથમિક શાળા કાટકડા મહુવા ખાતે સરકારના શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવેલ અને બાળકોને સ્થળ પર સારવાર આપવામાં આવેલ અને જરૂર  વાળા બાળકોની આરોગ્ય તપાસ મેડીકલ ઓફીસર ડો.હિતેશ ગોંડલીયા અને ડો.ઉર્મિલા પનાલે દ્વારા કરવામાં આવેલ અને વધારે સારવાર માટે રીફર કરવામાં આવેલ અને પ્રાથમીક શાળાના સરકારી વિભાગના બાળ ડોકટર પ્રોગ્રામ અર્તગત દરેક ક્લાસમા એક બાળ ડોકટર  નિયુક્ત કરવામાં આવેલ અને આ કાર્યક્રમમાંને સફળ બનાવવા માટે આચાર્ય નાજાભાઇ ઢાપા અને પ્રાથમીક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસ ડો.નકુમ સાહેબ  અને સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવી હતી.

Previous articleનંદકુંવરબા મહિલા કોલેજમાં ગુજરાતી ભાષા સાહિત્યનો ઈતિહાસ વિષય પર વર્કશોપ યોજાયો
Next articleદામનગર નંદીશાળાને વિરજીભાઈ ઠુંમરે એક લાખની ગ્રાંટ ફાળવી