જાફરાબાદના શિયાળબેટમાં ખારા પાણી વચ્ચે મીઠું પાણી મળશે

574

જાફરાબાદના શિયાળબેટ માં એક ઇતિહાસ અકલ્પનિય ઘટના બનવા જઈ રહી છે ત્યારે મીઠી વીરડી સમાન આ ઘટનાનું ટૂંક સમયમાં જ લોકાપર્ણ થનાર હોવાનું જાણવા મળેલ છે

જાણવા મળતી વિગત મુજબ જાફરાબાદનું શિયાળ બેટ ગામ ટાપુ છે તેની ફરતે સમુદ્ર વચ્ચે ગામ આવેલું છે વહાણવટે ગ્રામજનો જાય છે અંદાજિત ૫ હજારની વસ્તી છે પહેલા અહીં વીજળી  નહોતી ત્યાં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા વીજળીકરણ કરાયું હતું ત્યારે આ ટાપુ પર વધુ એક સુવિધા મળવા જય રહી છે.

અહીં દરિયાની અંદર અંડરગ્રાઉન્ડ પાઈપલાઈન નાખી કુલ રૂ ૯ કરોડના ખર્ચે બની રહ્યું છે વિક્ટરની ખાડીથી આ નંખાઈ રહી છે આ કામ પૂર્ણતાના આરે છે આગામી ટૂંક સમયમાં ખારા પાણીની વચ્ચેથી મીઠું પાણી મળનાર છે ત્યારે આ ગામ માં દિવાળી જેવો માહોલ છે

અત્રે યાદ અપાવીએ હાલમાં લોકો અહીં કુવા આવેલા છે તેમાંથી પાણી પીવે છે કહેવાય છેને જેનું કોઈ નો હોય તેનો ભગવાન હોય છે તે મુજબ કુવામાંથી પણ મીઠી વીરડી સમાન મીઠું પાણી નીકળે છે

આ વિસ્તારના પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે અહીં વીજળી અપાય બાદમાં સરકારમાંથી ૨ વર્ષ અગાઉ આ મીઠા પાણીના પાઈપલાઈનનું કામ મંજુર કરાવ્યું હતું જે હાલ પૂર્ણતાના આરે છે આ વિસ્તારનો સૌથી મોટી સફળતા આ હશે જેનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે

Previous articleજાફરાબાદમાં વિનામુલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાયો
Next articleશહેરી વિસ્તારમાં વિકાસના કાર્યો માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે – મંત્રી વિભાવરીબેન દવે