ગઢડા વિધાનસભા ઉમરાળા તાલુકા કોંગ્રેસની ચોગઠ જિલ્લા પંચાયત સીટની મીટીંગ પ્રદેશ મહામંત્રી મનોહરસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં યોજાયેલ જેમાં પ્રોજેકટ શક્તિ, જનમિત્ર, જનસંપર્ક પેજ પ્રમુખ તાત્કાલિક કામગીરી પુર્ણ કરવા પર ભાર મુકાયો હતો. આ બેઠકમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ હારિતસિંહ ગોહિલ, જિ.પં. સભ્ય સુરૂભા ગોહિલ, જિલ્લા કોંગ્રેસના ઉપાધ્યક્ષ કાંતિભાઈ ચૌહાણ, રામજીભાઈ ડાભી, કિશન મેર, સંજયભાઈ જોશી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.
















