જૂનાગઢ : ગુજરાતમાં મિની કુંભ મેળાનું થશે આયોજન, રાજ્ય સરકારે ૧૫ કરોડ રુપિયા ફાળવ્યા

838

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં મળેલી બેઠકમાં આ મેળા ના આયોજન અંગેનો નિર્ણય લેવાયો હતો. ૨૭ ફેબ્રુઆરીથી ૪ માર્ચ દરમિયાન ગિરનાર શિવરાત્રી મેળો યોજાશે. આ વર્ષે મેળો સામાજિક સમરસતા ની થીમ સાથે ઉજવવામાં આવશે.

સ્વૈચ્છીક સંસ્થાઓ ના સહયોગ થી સ્વચ્છતા ઝુંબેશ, કુંડો નદી નાળા ની સફાઈ , મેરેથોન દોડ પર્વતારોહણ સ્પર્ધા, સ્પિરિચ્યુઅલ વોક ના નવા આકર્ષણો પણ મેળા માં જોડવામાં આવશે.

મુખ્યમંત્રી એ જુનાગઢ ના આ મેળા ને પ્રયાગરાજ માં યોજાતા કુંભમેળા સમકક્ષ મીની કુંભમેળા તરીકે યોજવાની જાહેરાત કરી છે. ગુજરાતના અધિકારીઓની એક ટીમ ને માહિતી માટે ત્યાં મોકલી હતી. આ ટીમ ના સુચનોને ધ્યાનમાં લઇ ને ગિરનાર કુંભ મેળો ભવ્ય બનાવવાની વાત કરી હતી. મુખ્યમંત્રીએ સુચન કર્યું કે મેળા માં સંપૂર્ણ સ્વચ્છતા જળવાય તેમજ સરકારી ભવનો ઉપર કુંભ મેળાને અનુરૂપ ચિત્રો, સુશોભન , એલઈડી લાઇટ્‌સ મુકવામાં આવશે. મેળાના દિવસો દરમિયાન ગિરનાર પર્વતની દીવાલ ઉપર લેઝર શો ફૂલો અને કલર ની રંગોળી પણ કરવા માં આવશે મેળા માં આવનારા શ્રદ્ધાળુઓ માટે વધુ સંખ્યા માં બસ ફાળવણી કરવા સાથે આ મેળો ભવ્ય સ્વચ્છ અને આધ્યાત્મિક ભાવનાનું આગવું પ્રતીક બને તેવા આયોજન માટે મુખ્યમંત્રી એ તાકીદ કરી હતી.

Previous article૧૨ થી ૨૦ જાન્યુ. સવારે ૬ થી ૮ અને સાંજે ૫ થી ૭ પતંગ નહિ ચગાવી શકાય
Next articleચાર સપ્તાહમાં ગુલબર્ગ હત્યા કાંડની અપીલ માટેનાં પેપર તૈયાર કરોઃ હાઈકોર્ટ