સંજયસિંહ ગોહિલ દ્વારા સાવરકુંડલા ખાતે કોંગ્રેસની સંગઠન મિટીંગ યોજાઈ

515

સાવરકુંડલા વિધાનસભાના પ્રભારી સંજયસિંહ ગોહિલ દ્વારા સાવરકુંડલા તાલુકા સંગઠન અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સદસ્યોની મિટીંગ સાવરકુંડલા ખાતે યોજાઈ. જેમાં ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હાર્દિકભાઈ, સદસ્ય ભરતભાઈ, તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ મનુભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, ન્યાય સમિતિ ચેરમેન ચૂંટાયેલા સદસ્યો તથા સંગઠનના હોદ્દેદારો-કાર્યકર મિત્રો ઉપસ્થિત રહ્યાં હતા. મિટીંગમાં સંગઠન તથા જનમિત્ર અને શક્તિ પ્રોજેક્ટ, પેજ પ્રભારી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે સાવરકુંડલા જિલ્લા પંચાયતની મોટા જીંજુડા, વંડા, વિજપડી, ગાધડકા સીટના પ્રભારી સાથે તાલુકા પંચાયત સીટના પ્રભારી બનાવવામાં આવ્યા સાથે આવનારી લોકસભાને ધ્યાનમાં રાખી સંગઠન મજબુત બનાવવા આગેવાનો સાથે ચર્ચા કરી હતી.