બોટાદ જિલ્લાના એસપી હર્ષદ મહેતા એ ચાર્જ સંભાળતા જ પોતાના કામનો મિજાજ બતાવી દીધો હતો. આજે બોટાદના ઢસાગામે લોક દરબાર કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આસપાસના અંદાજે ૨૩ જેટલા ગામના સરપંચ તેમજ આજુબાજુના ગામોના વેપારી મિત્રો તેમજ ગામલોકો આ લોક દરબાર માં ઉપસ્થિત રહ્યા હતા અને સાથે ઢસાગામના લોકો ને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અહીં લોક દરબાર માં બોટાદ એસપી હર્ષદ મહેતા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા. અહીં આસપાસના ગામડાઓમાં લોક ભાગીદારથી સીસીટીવી કેમેરા થી સજ્જ કરવામાં આવશે અને સાથે જ લોકોની રજુઆત મુજબ પોલીસ પેટ્રોલીંગ પણ ગામડા સુધી વધારવામાં આવશે તેવું લોક દરબાર માં નક્કી કરવામાં આવ્યું હતું.સાથો સાથ ગ્રામ્ય વિસ્તારમાં જીઆરડી તેમજ હોમગાર્ડ મિત્રોની ભરતી થાઈ તેવી પણ લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી સરપંચો દ્વારા એસપીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. એસપી દ્વારા લોક દરબાર માં કહેવામાં આવ્યું હતું કે જિલ્લામાં દારૂ ને જુગાર વિશે કોઈ ઓન વ્યક્તિ મને અંગત ફોન કરીને જણાવી શકશે અને સાથેજ તેમને પોતાનો મોબાઈલ નંબર પણ લોકોને આપ્યા હતા. જિલ્લામાં દારૂનું અને ગેર પ્રવૃતિઓ ને ડામી દેવા માટે થઈને એસપી દ્વારા લોક ભાગીદારી થવી જરૂરી છે તેમ પણ જણાવ્યું હતું.
















