બેદી રીપોર્ટ : નકલી નીકળ્યાં ગુજરાતના ત્રણ એન્કાઉન્ટર, પોલિસકર્મી પર કેસ ચલાવો

588

રાજ્ય સરકારને સોંપવામાં આવેલા પોતાના રીપોર્ટમાં સુપ્રીમ કોર્ટના સેવાનિવૃત્ત ન્યાયાધીશ હરજીતસિંહ બેદીએ રાજ્યમાં થયેલા નકલી એન્કાઉન્ટરમાં ગુજરાત પોલીસ દ્વારા સમીરખાન પઠાણ, હાજી ઈસ્માઈલ અને કાસિમ જેફરના ત્રણ એન્કાઉન્ટરોને ખોટા ગણાવ્યા છે. રીપોર્ટમાં હત્યા માટે આરોપી પોલીસકર્મીઓ પર કેસ ચલાવવાની ભલામણ કરવામાં આવી છે. રીપોર્ટમાં ઉલ્લેખિત પોલીસકર્મીઓમાં સેવાનિવૃત્ત અધિકારી તરુણ બારોટ અને એમ વાઘેલા સમાવિષ્ટ છે અને બન્ને પર સાદિક જમાલ એન્કાઉન્ટરનો કેસ ચાલી રહ્યો છે. ઈશરત જહાં એન્કાઉન્ટરમાં બારોટ એક પ્રમુખ આરોપી છે. ઓક્ટોબર ૨૦૦૨માં ગોધરા કાંડ બાદ પહેલીવાર થયેલી અથડામણમાં સમીર પઠાણનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે પઠાણે ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીથી તોફાનોમાં મુસલમાનોની હત્યાનો બદલો લેવાનું ષડયંત્ર રચ્યું હતું. ડ્ઢઝ્રમ્ ખોટા એન્કાઉન્ટર મામલે ન્યાયમૂર્તિ બેદીએ પોલીસ અધિકારીઓને એરડા, જે એમ યાદવ, એસ કે શાહ, પરાગ વ્યાસ, એલબી મોનાલા વિરુદ્ધ અપરાધિક મામલો નોંધવાની સિફારિશ કરી છે.

એરડા ૨૦૦૨ના ગુલબર્ગ સોસાયટી નરસંહાર મામલે અપરાધિક મામલો નોંધવાની ભલામણ કરી છે. એરડા ૨૦૦૨ના ગુલબર્ગ સોસાયટી કાંડ મામલે આરોપી હતા અને બાદમાં છૂટી ગયા હતા. ૨૦૦૨માં કાસિમ જાફરની મુઠભેડમાં પોલીસે રોડ અકસ્માતમાં મૃત્યુની સૂચના આપી હતી.

જસ્ટિસ બેદીના રિપોર્ટમાં ડેપ્યુટી એસપી જે.એમ. ભરવાડ અને કોન્સ્ટેબલ ગણેશભાઈને જેફરના મૃત્યુ મામલે જવાબદાર ગણાયા હતા. રીપોર્ટમાં કહેવાયું છે કે બન્ને પર હત્યાનો કેસ ચાલવો જોઈએ. સમીર પઠાણની પહેલાં જ જૈશ સાથે કથિત રુપે જોડાયા હોવાના કારણે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે તેણે પાકિસ્તાનમાં આતંકી પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યું હતું.

કોન્સ્ટેબલની હત્યાના મામલે ડીસીબી અધિકારીઓએ તેને નારણપુરા પોલીસના કે.એમ. વાઘેલાનો સોંપ્યો હતો. વાઘેલા, તરુણ બારોટ, જે.જી. પરમારના નેતૃત્વમાં એક ટીમ પઠાણને અપરાધના દ્રશ્યાં લઈ ગઈ કે જ્યાં તેણે કથિત રુપે કોન્સ્ટેબલની હત્યા કરી હતી. સાઈટ પર પોલીસે આરોપ લગાવ્યો હતો કે પઠાણે વાઘેલાની રિવોલ્વર છીનવી લીધી અને બચવા માટે હવામાં ગોળી ચલાવી દીધી. બારોટ અને એ.એ.ચૌહાણે ક્રમશઃ પઠાણને માથાના અને છાતીના ભાગે મારીને બે અને એક રાઉન્ડ ફાયરિંગ કર્યું.

Previous articleભાનુશાળી હત્યા કેસ સંદર્ભે કુલ પાંચની કરાયેલ ધરપકડ
Next articleદેશનો સૌથી પ્રથમ મીડવાઈફરી પ્રોજેક્ટ સુરત સિવિલમાં શરૂ થશે