દેશનો સૌથી પ્રથમ મીડવાઈફરી પ્રોજેક્ટ સુરત સિવિલમાં શરૂ થશે

1319

સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગના લક્ષ પ્રોગ્રામની સમિક્ષા કરવા માટે રાજ્યના આરોગ્ય કમિશનર ડો. જયંતિ રવિ આવ્યાં છે. આ તબક્કે સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા મુખ્ય અને પાયાની રજૂઆતો જ ન કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સિવિલના કેમ્પસની મુલાકાત લીધા બાદ જયંતિ રવિએ દેશનો પ્રથમ પાયલટ પ્રોજેક્ટ સુરત સિવિલથી શરૂ કરવાની વાત કરી હતી. ડો. જયંતિ રવિએ જણાવ્યું હતું કે, મીડવાઈફરી પ્રોજેક્ટનું રોલઆઉટ કરવા જઈ રહ્યાં છીએ જેનો પાયલટ પ્રોજેક્ટ દેશભરમાં સૌ પ્રથમ સુરત સિવિલમાં કરાશે. સારી ટ્રીટમેન્ટ મળી રહે તે દિશામાં તેઓ કામ કરી રહ્યાં છે. બાળકના જન્મ બાદ સૌ પ્રથમ માતાનું સ્તનપાન બાળકને કરાવવામાં આવે તે જરૂરી હોવા સાથે માતાના દૂધને બાળક માટે સૌ પ્રથમ રસી હોવાનું ગણાવ્યું હતું. આ યોજના ભારતમાં સૌપ્રથમ ગુજરાતમાં સુરતમાં શરૂ થઈ રહી છે.

આખા ભારતમાં ગુજરાતની કામગીરી સૌથી સારી હોવાનું રાજ્યના કમિશનરે જણાવ્યું છે. જેમાં પણ સુરત સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગમાં થતી પ્રસુતિની કામગીરી અને પીડિયાટ્રીક વિભાગમાં થતી બાળકોની સારવારને પ્રશંસનીય ગણાવી છે. સુરત ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં રેફરન્સ સેન્ટર ઉભું કરાશે અને હોસ્પિટલમાં નિષ્ણાત તબીબો દ્વારા સારવાર કરાઈ એવું આયોજન સાથે કામ ચાલી રહ્યું છે. તેમજ સગર્ભાને નજીકના સેન્ટર પર પ્રસુતિ સુવિધા મળી રહે અને આગામી દિવસોમાં ઘર બેઠા પ્રસુતિ કરાવાઈ એવા આયોજન સાથે સરકાર કામ કરી રહી હોવાનું કમિશનર જ્યંતી રવીએ જણાવ્યું છે.

Previous articleબેદી રીપોર્ટ : નકલી નીકળ્યાં ગુજરાતના ત્રણ એન્કાઉન્ટર, પોલિસકર્મી પર કેસ ચલાવો
Next articleવાયબ્રન્ટ સમિટ૨૦૧૯ : વિદેશથી આવતાં મહેમાનો એરપોર્ટથી જ માણશે ગુજરાતી લોકજીવનની ઝાંખી