હું દુનિયામાં બધુ જ મારા દિકરા માટે કરવા માગુ છુઃ સાનિયા મિર્ઝા

873

જ્યારે સાનિયાના ટેનિસ વાપસીને લઇને એક ઇન્ટરવ્યૂમાં સાનિયાએ જણાવ્યું હતું કે, હું હાલ કોઇપણ પ્રકારનું દબાણ લેવા નથી ઇચ્છતી અને હાલ સૌથી મોટી ખૂશી છે કે હું માતા બની છે. સાનિયા માતા બની તેને લગભગ બે મહિના જેટલો સમય લાગી ગયો છે.

સાનિયાએ દીકરાને જન્મ આપ્યો છે અને તેનું નામ ઇજહાન મિર્જા મલિક રાખવામાં આવ્યું છે. પોતાના ટેનિસ વાપસીને લઇને કરી રહેલી તૈયારી વિશે જણાવતા મિર્જાએ જણાવ્યું હતું કે મારા ફિટનેસ ટ્રેનર ફેબ્રુઆરીમાં આવી રહ્યા છે. મેં વજન ઓછું કરવાનું શરૂ કરી દીધું છે. મારું લક્ષ્ય આ વર્ષના અંત સુધીમાં ટેનિસ કોર્ટ પર વાપસી કરવાનું છે. સાનિયા મિર્જાના જીવનમાં ટેનિસ હંમેશા પ્રથમ પ્રાથમિકતા રહી છે.

તે ટેનિસથી પોતાનું ધ્યાન હટાવવા નથી માગતી. વધુમાં સાનિયાએ જણાવ્યું હતું કે એક ટેનિસ ખેલાડી તરીકે જીવન જલ્દી બદલાઇ જાય છે. અમને નથી ખબર હોતી કે આવતીકાલે અમે શું કરીશું, પરંતુ ટોક્યો ઓલંપિક-૨૦૨૦ રમવું મારા મગજમાં છે. જો આ વિશે તમે મને ૨૦૧૬માં પૂછ્યું હોત તો મારો જબાબ ના જ હોત. જ્યારે પોતાના દીકરાને લઇને નિવેદન આપતા સાનિયાએ જણાવ્યું હતું કે હવે હું દુનિયામાં બધી જ વસ્તું મારા દીકરા માટે કરવા માગુ છું.

પોતાના ટેનિસ વાપસીને લઇને કરી રહેલી તૈયારી વિશે જણાવતા મિર્જાએ જણાવ્યું હતું કે મારા ફિટનેસ ટ્રેનર ફેબ્રુઆરીમાં આવી રહ્યા છે. મેં વજન ઓછું કરવાનું શરૂ કરી દીધું છે. મારું લક્ષ્ય આ વર્ષના અંત સુધીમાં ટેનિસ કોર્ટ પર વાપસી કરવાનું છે.

Previous articleBMC દ્વારા કાળીયાબીડમાં મેગા ડીમોલેશન : સિલ્વર બેલ્સ સ્કૂલનો ગેટ તોડી પડાયો હજુ વધુ કાર્યવાહી શરૂ
Next articleરાયડુના સ્થાને ધોનીને નંબર-૪ પર બેટિંગ કરવાનો મોકો આપવો જોઈએઃ રોહિત શર્મા