સસ્તા ભાવે ડોલર આપવાની લાલચ આપી ઠગાઈ કરતા બે શખ્સો ઝડપાયા

1534

ગઇ તારીખ ૧૩/૦૧/૨૦૧૯ ના રોજ અમદાવાદના રહેવાસી બળદેવભાઇ મહેરીયાએ શિહોર પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ કરેલ હતી કે, અગાઉ પોતાને સસ્તા ભાવે ડોલર આપવાની લાલચ એક ગેંગ દ્રારા આપવામાં આવેલ હતી અને પૈસાની લાલચમાં પોતે અમેરીકન ડોલર લેવા તૈયાર થયેલ અને ગઇ તારીખ ૩૦/૧૧/૨૦૧૮ ના રોજ આ ગેંગના સાગરીતો દ્રારા ફરિયાદીને શિહોર ખાતે બોલાવેલ અને ૨૦૦૦૦ અમેરીકન ડોલર રૂપિયા સાત લાખમાં આપવાની લાલચ આપતા ફરિયાદી શિહોર ખાતે આવતા આ ગેંગના ચાર સાગરીતોએ ફરિયાદીને અમેરીકન ડોલરના બંડલ બતાવી સામે રૂપિયા સાત લાખ લઇ લીધેલા અને બદલામાં ડોલર આપેલ નહી અને ત્યાથી નાશી છુટેલા હતા. આ મોડલ ઓપરેન્ડીથી લોકો સાથે ઠગાઇ કરતી ગેંગ ભાવનગર જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી સક્રિય હોય જે ગેંગમાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડવા પોલીસ અધિક્ષક પી.એલ.માલ પોલીસ અધિકારીઓને સુચના આપેલ જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.મિશ્રાના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. શાખાના  બલવિરસિંહ જાડેજા તથા જીતેન્દ્રસિંહ જાડેજાને મળેલ સંયુક્ત બાતમી આધારે  ગુન્હામાં સંડોવાયેલ ચાર આરોપીઓ પૈકી તાલેશ્ર્‌વર યાદવ જીર્/ં ફાગુ યાદવ લટન ગોપ યાદવ ઉ.વ.૩૨ રહેવાસી મુળ ગામ કોલ્હૈયા થાના  હાલ શિહોર, મુકેશભાઇ હિરાભાઇ તળપદા ઉ.વ. ૩૫ રહેવાસી ગામ-ચલાલી ૩૮૩ અમેરીકન ડોલર તથા રોકડ રૂપિયા ૪૬૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૩ કિ.રૂ.૧૫૦૦/- ના મુદ્દામાલ સાથે શિહોર દાદાની વાવ પાસેથી ઝડપી પાડવામાં આવેલ છે. આમ ભાવનગર એસ.ઓ.જી. પોલીસને શિહોરમાં અમેરીકન ડોલર સસ્તા ભાવે આપવાની લાલચ આપી લોકો સાથે ઠગાઇ કરતી ગેંગના બે સાગરીતોને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે. આ ગેંગ મોટા ભાગે બહારના જીલ્લાના માણસોને ટારગેટ બનાવતી હોય છે લોકોને અપીલ કરવામાં આવે છે કે આવા લોકોથી સાવચેત રહેવુ અને જો કોઇ આવી ગેંગનો શિકાર બનેલ હોય તો ભાવનગર પોલીસનો સંપર્ક કરવો.

Previous articleપતંગના દોરાથી અસંખ્ય પક્ષીઓ ઈજાગ્રસ્ત
Next articleસ્ટેન્ડીગ કમિટીને તંત્ર દ્વારા ખોટી માહિતી દેવાય એ સહન નહી થાય : કુમાર શાહ